પ્રિયંકા ચોપરાના બિઝનેસમેન ભાઈ સિદ્ધાર્થ ચોપરાએ હાલમાં કરી સગાઈ. સગાઈની ખુશખબરી પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પરથી ફેન્સ સુધી પહોંચાડી.
પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રોકા સેરેમનીની તસવીરો પોસ્ટ કરીને અભિનેત્રી નીલમ ઉપાધ્યાય સાથેના તેના સંબંધોની જાહેરાત કરી હતી.
પ્રિયંકા ચોપરાએ બીજો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં સિદ્ધાર્થ, નીલમ અને તેના પતિ નિક જોનાસ ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદર લાગે છે.
પ્રિયંકા ચોપરાની ભાઈ-ભાભી નીલમ ઉપાધ્યાય અને સિદ્ધાર્થ ચોપરાએ પણ રોકા સેરેમનીની તસવીરો તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી અને તેમને કેપ્શનમાં લખ્યું હતું, “તો અમે આ કરી નાખ્યું.”
2019 માં સિદ્ધાર્થે અભિનેત્રી ઈશિતા કુમાર સાથે સગાઈ કરી હતી. બંનેના લગ્ન પણ કન્ફર્મ થઈ ગયા હતા. સિદ્ધાર્થ અને ઈશિતા એપ્રિલ 2019 માં લગ્ન કરવા જઈ રહ્યા હતા
પ્રિયંકા ચોપરાએ પણ બંનેને અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ સિદ્ધાર્થ અને ઈશિતાના લગ્ન માં કાંઈ કે અડચણ આવી, અને પછી બંનેના લગ્ન રદ થઈ ગયા.
2014માં સિદ્ધાર્થે તેની ગર્લફ્રેન્ડ કનિકા માથુર સાથે લગ્ન કરવાની યોજના બનાવી હતી. પરંતુ કેટલાક કારણોસર તેમનો સંબંધ તૂટી ગયો અને બંને લગ્ન કરી શક્યા નહીં.