King of Sarangpur પ્રતિમા અંગેનો વિવાદ શું છે? કેમ સાધુ સંતો થયા લાલચોળ? લોકો ગુસ્સેથી ભરાયા… જુઓ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ
King of Sarangpur: રાજ્યમાં હાલ Sarangpur મંદિર ખાતેનો વિવાદ ઘણો જ ચર્ચામાં છે. Sarangpur કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફૂટ મૂર્તિ નીચે હનુમાનજીની તકતી અને ચિત્રોને કારણે વિવાદ સર્જાયો છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આ ભીંતચિત્રોને કારણે વિવાદ જોવા મળી રહ્યો હતો.
આ અંગે હિંદુ ધર્મના સાધુ સંતો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવાયો છે. આ ભીંતચિત્રો હટાવી દેવાની માંગણી કરવામાં આવી રહી છે. જો આ ભીંતચિત્રો નહીં હટે તો અનેક વિરોધ કાર્યક્રમો યોજાય તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
શું છે વિવાદ?
આપને જણાવીએ કે, બોટાદ જિલ્લામાં Sarangpur હનુમાનજીનું મંદિર આવેલું છે. જ્યાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટની ભવ્ય પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમાની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે. આ ચિત્રોમાં એકમાં સ્વામિનારાયણ ભગવાન ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.
કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ નીચે આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે વિવિધ પ્રકારે સોશિયલ મીડિયામાં ઉલ્લેખ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં અલગ-અલગ લોકો દ્વારા આ અંગે વિરોધ પણ દર્શાવવામાં આવી રહ્યો છે.
હિન્દુ સંગઠનો આક્રમક
આ ચિત્ર અંગેનો વિવાદ સામે આવતા હિન્દુ ધર્મના વિવિધ સંગઠનો આક્રમક બન્યા છે. તમામ હિંદુ સંગઠનોએ માગણી કરી છે કે, આ ભીંતચિત્રો વહેલામાં વહેલી તકે હટાવવામાં આવે. આ મામલો વધુ ગરમાશે તેવું લાગતા વડતાલ સ્વામિનારાયણ ટ્રસ્ટની મિટિંગ મળવાની હતી પણ તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. તો આજે આ અંગેની મિટિંગ થઇ શકે છે.
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટ ઊંચાઈની હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાની નીચે અનેક ચિત્રો કંડારવામાં આવ્યા છે. આ પ્રતિમાઓમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવ્યા હોવાનું તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક ભીંતચિત્રમાં એક આસન પર બેઠાં હોય તેવું પણ દેખાય છે. જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.
સાધુસંતો નારાજ
કચ્છમાં આવેલા કબરાઉ મોગલધામના મણિધર બાપુએ પણ હનુમાન દાદાના ભીંતચિંત્રોને લઇ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ મામલે કહ્યું હતું કે, ‘તમે સનાતન ધર્મ, આખા રાષ્ટ્ર અને 33 કરોડ દેવતાનું અપમાન કરી રહ્યા છો, માફી માંગી લેજો નહીં તો ખેર નથી. તેમણે એમ પણ જણાવ્યું છે કે, હનુમાનજીને ચરણ સ્પર્શ કરતા દેખાડીને સ્વામિનારાયણ સંપ્રદાયે મોટી ભૂલ કરી છે.
તેમને પોતાની ભૂલ સ્વીકારવા સાથે માફી માંગવાની ચેતવણી આપી છે. મણિધર બાપુએ પોતાના નિવેદનમાં એવું પણ કહ્યું છે કે, આ તેમની મસમોટી ભૂલ છે તેમણે જે થુક્યું છે તે તેમણે જ ચાટવું પડશે. નહીં તો ચારણ સમાજ તેમને છોડશે નહીં.
આ મામલે રામેશ્વર બાપુએ પણ પ્રતિક્રિયા આપી હતી. રામેશ્વર બાપુએ કહ્યું કે આજે ઘણા લોકોએ જડતાની સાથે હનુમાનજીને એક સામાન્ય વ્યક્તિની જેમ દર્શાવ્યા છે. આ કૃત્ય જેણે કર્યુ છે તે જડત્વના માર્ગ પર ચાલી રહ્યાં છે. તમે જે કરવા જઈ રહ્યાં છો તે સનાતમ ધર્મની વિરૂદ્ધ છે. રામેશ્વર બાપુએ જણાવ્યું કે ચેતી જાવ, પાછા વળી જાવ સનાતન ધર્મ આદીઅનાદી છે.
Sarangpur કષ્ટભંજન હનુમાનજી મંદિર વિસ્તારમાં મુકવામાં આવેલ ભવ્ય ‘કિંગ ઓફ સાળંગપુર’ હનુમાનજીની પ્રતિમા નીચેના ભીંત ચિંત્રોને લઈ વિવાદ સર્જાયો છે. સાધુ સંતોએ હનુમાનજીના અપમાનને લઈ રોષ દર્શાવ્યો છે. વડતાલમાં આ માટે બેઠક યોજાનારી હતી, તે પ્રકારના અહેવાલો સામે આવ્યા હતા. વડતાલ મંદિર ખાતે આ વિવાદ અંગે બેઠક યોજવાને લઈ આગામી સમયમાં નિર્ણય કરવામાં આવનાર છે.
હાલમાં પૂર્ણિમાને લઈ વડતાલમાં તડામાર તૈયારીઓ જારી છે. આમ બુધવારે જે બેઠક યોજાનારી હતી, એ બેઠક યોજાઈ શકી નહોતી. આ અંગેની બેઠક આગામી સમયમાં ક્યારે યોજાશે એ અંગેનો નિર્ણય કરવામાં હાલ આવ્યો નથી. જોકે ગુરુવારે પણ બેઠક યોજાય એવી કોઈ સંભાવનાઓ હાલમાં જણાતી નથી. આગામી સમયમાં બેઠક યોજવા અંગે નિર્ણય કરીને તે જાણ કરવામાં આવશે. હાલ તો જોકે વિવાદને ઠંડો કરવા માટે થઈને ભીંત ચિંત્રો પર પીળા રંગનુ કપડુ લગાડવામા આવ્યુ છે.