Aishwarya Rai ને લઈને કિંજલ દવે આ શું બોલી? ‘આ જ હાલત…’
Aishwarya Rai : અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના લગ્નને 17 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ કપલે તેમનો સંબંધ ખૂબ સારી રીતે જાળવી રાખ્યો છે અને તેમને આરાધ્યા બચ્ચન નામની 13 વર્ષની પુત્રી પણ છે.
મહત્વનું છે કે, કેટલાક સમયથી મીડિયા રિપોર્ટ્સમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે અભિષેક અને Aishwarya Rai વચ્ચે તણાવ છે અને બંનેએ અલગ થવાની તૈયારી કરી છે. આ રિપોર્ટ્સ અનુસાર, તેમના સંબંધોમાં ફાટી આવવાનું કારણ અભિષેકના પરિવારને માનવામાં આવી રહ્યું હતું.
કિંજલ દવેએ ઐશ્વર્યાને લઈને આપ્યું નિવેદન
હાલમાં નવરાત્રિના અવસરે આખા ગુજરાતમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો હતો. પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ પોતાના ગીતો અને ગરબાથી ઉજવણીમાં ધૂમ મચાવી હતી, પણ આ દરમિયાન તેમણે સ્ટેજ પર ઐશ્વર્યા રાયને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું.
કિંજલ દવેએ કહ્યું, “ભાઈઓ અને બહેનો, અહીં વાત મારી કે તમારી નથી, જેને ઘરે ઐશ્વર્યા છે, તેની પણ આ જ હાલત છે, આપણે ગમ લગાડવાની જરૂર નથી.” આ પછી તેમણે “બાજુ વાળી રશિલા લાગી…” ગીત ગાવાની શરૂઆત કરી અને પછી “સનેડો” ગીત ગાવું શરૂ કર્યું.
કિંજલ દવેએ કરેલા આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે. આ સમાચાર વાયરલ વીડિયોના આધારે આપવામાં આવ્યા છે, પણ સંદેશ ન્યૂઝ આ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરતું.
કિંજલ દવે વિશે
કિંજલ દવે એક લોકપ્રિય ગુજરાતી ગાયિકા છે, જે ગુજરાતી સંગીત ક્ષેત્રમાં પોતાનું વિશેષ સ્થાન ધરાવે છે. તેમણે નાની ઉંમરે ગાવાનું પ્રારંભ કર્યું અને 2017માં “ચાર બંગડી વાલી ગાડી” નામના હિટ ગીતથી લોકપ્રિયતા મેળવી. તેનાથી બાદમાં અનેક લોકપ્રિય ગીતો ગાયા છે અને ભારતમાં તેમજ વિદેશમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી છે.
કિંજલને ગુજરાતી પરંપરાગત લોકસંગીત માટે ઓળખવામાં આવે છે અને સંગીત ક્ષેત્રે યોગદાન આપવા બદલ અનેક એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા છે. 2019માં, તેમને 12મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્સમાં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ મળ્યો હતો, જ્યારે 2020માં સંગીત કેટેગરીમાં ફીલિંગ્સ પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડ પ્રાપ્ત કર્યો.
વધુ વાંચો: