દુબઈમાં Salman Khan આ કઈ છોકરી સાથે ફરી રહ્યો છે, કહ્યું- મારી પ્યારી..
Salman Khan : બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને તેમના પિતા, જાણીતા લેખક સલીમ ખાનને લૉરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ધમકીઓ મળી રહી છે. તેવામાં, છેલ્લા બે દિવસમાં બંનેની સુરક્ષા વ્યવસ્થામાં છીંડાં પડવાની ઘટનાઓ સામે આવી છે.
બાન્દ્રામાં સલમાન ખાનના સુરક્ષા કાફલામાં બાઈકસવાર ઘૂસ્યો હતો, અને બુરખા પહેરેલી એક યુવતી અને તેના બૉયફ્રેન્ડે લૉરેન્સ બિશ્નોઈના નામે સલીમ ખાનને ધમકી આપી હતી. આ ધમકી મજાકમસ્તી અને પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવી હતી. પરંતુ, પોલીસે તુરંત કાર્યવાહી કરીને આ યુગલને ઝડપી લીધું.
આ ઘટના દરમિયાન, સલીમ ખાને યુવતીના બૉયફ્રેન્ડના સ્કૂટરનો રજિસ્ટ્રેશન નંબર નોંધ્યો હતો. તેમના બૉડીગાર્ડે આ મામલે બાન્દ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી. સ્કૂટરને ટ્રેસ કરીને, શિવડી વિસ્તારમાંથી યુવક અને તેની ગર્લફ્રેન્ડને પકડી લેવામાં આવ્યા હતા.
આ યુવકની ઓળખ 26 વર્ષના ઉમર આસિફ તરીકે થઈ છે, જે શિવડીમાં રહેતો છે અને ગાર્મેન્ટ્સનો વ્યવસાય ધરાવે છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે આસિફ અને તેની ગર્લફ્રેન્ડે ફક્ત મજાકમસ્તી માટે આ ધમકી આપી હતી. પ્રાથમિક તપાસમાં તેમની લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કોઈ કડી હોવાનું સાબિત થયું નથી.
સલમાન ખાનની સુરક્ષા સાથે સંકળાયેલી બીજી ઘટના બુધવારે મધરાતે 12.15 વાગ્યે બની હતી, જ્યારે મહબૂબ સ્ટુડિયોથી ગૅલેક્સી એપાર્ટમેન્ટ જતી વખતે એક બાઈકસવાર, ઉઝેર ફૈઝ મોઈઉદ્દીન (21), સલમાન ખાન ની કારની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
સુરક્ષા કાફલાના અધિકારીઓએ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એણે અવગણ્યું. સલમાનના ઘરે પહોંચ્યા બાદ, પોલીસે બાઈકસવારનો પીછો કરીને તેની બાઈક રોકી.
પૂછપરછ દરમિયાન યુવક કોલેજના વિદ્યાર્થી હોવાનું બહાર આવ્યું. બાન્દ્રા પોલીસે તેના વિરુદ્ધ IPCની કલમ 125 અને 281 હેઠળ ગુનો નોંધી નોટિસ આપી, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નહોતી.
વધુ વાંચો: