વિરપુર જલારામ મંદિરમાં દાન લીધા વગર પણ કેમ વર્ષોથી ચાલે છે સદાવ્રત જાણો શુ છે કારણ
સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ તમે સૌ જાણો છો એ જ રીતે આજે આપણે વાત કરવાના છીએ વીરપુર જલારામ મંદિર વિશે રાજકોટ થી આશરે 50 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. વીરપુર કે જે એક નાનકડું ગામ છે આપણા રાજ્યનું આ મંદિર એટલું ખ્યાતિ પામે છે કે ત્યાં દરરોજ મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો દર્શનાર્થે અહીં આવે છે. તો આજે આપણે આ મંદિર વિશે કેટલીક મહત્વની વાતો જાણીશું અહીં આવો આપણે જોઈએ.
જલારામ બાપાના જન્મની જો આપણે વાત કરીએ તો તેમનો જન્મ 4 નવેમ્બર 1856 ના રોજ વિરપુરમાં એટલે કે દિવાળીના ઠીક અઠવાડિયા પછી થયો હતો. પોતે શ્રીરામના પરમ ભક્ત હતા તેમણે પોતાનું જીવન એ લોકોની સેવામાં જ પસાર કરી દીધું. લોહાણા કુરમા જન્મેલા જલારામ બાળપણથી જ ત્યાં આવતાં સંતો મહંતો અને મહાપુરુષો તેમજ સામાન્ય લોકોની સેવા જ કરતા. તેમનો પોતાને પિતાના વ્યવસાયથી અલગ કરી દીધા હતા અને તેઓ પિતાએ તેમના ઘરમાં સ્થાન આપ્યું ન હતું તો કાકાએ તેમને તેમની પત્ની સાથે ત્યાં ઘરમાં રહેવાનું સ્થાન આપેલું.
જલારામ બાપાના લગ્ન 16 વર્ષની સાથે થયા હતા ભોજા ભગતના શિષ્ય તેઓ બન્યા હતા અને ગુરુજીના આશીર્વાદથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યું કે જ્યાં સંતો સાધુ યાત્રા રહો તેમજ અન્ય સામાન્ય લોકો જરૂરિયાત મંદ લોકો પોતાને અનુકૂળ સમય આવીને ત્યાં જમતા રહે.આ પરંપરા છેક આજ સુધી પણ ચાલુ છે અવિરત રીતે.
એક દિવસે કોઈ સાધુ મહાત્મા પુરુષે બાપાને રામજીની પ્રતિમાં આપી અને કહ્યું કે થોડાક જ દિવસોમાં હનુમાનજી તમારી મુલાકાત કરશે. જલારામ બાપાએ રામજીને આ પ્રતિમા તેમના ઘરમાં સ્થાપિત કરી અનેક થોડાક જ દિવસોમાં ચમત્કાર થયો હોય તેમ હનુમાનજી જમીનમાંથી પ્રગટ થયા તેમની સાથે સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિ પણ જમીનમાંથી જ પ્રગટ થઈ. જલારામ બાપાના ઘરે અનાજ મુકવાની જગ્યાએ થયેલા આ ચમત્કારને કારણે તેઓએ પણ અનાજ ખૂટતું નથી તે મુખ્ય એક કારણ છે પછી તો તેમને સાથે ગામના અન્ય લોકો પણ જોડાયા.
એકવાર જલારામ વિરપુરમાં ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવેલા અને તેમની સેવા બાપાએ એવી રીતે કરી કે તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપેલા કે આ વીરપુર આખા વિશ્વમાં પ્રસિદ્ધિ પામશે અને આ તમારો સદાવ્રત એ કાયમ માટે હંમેશા અવિરત રીતે ચાલુ જ રહેશે. એક સમયે હરજી નામના દરજીને પેટમાં દુખતું હતું તો બાપા પાસે આવેલા બાપાએ પ્રભુને પ્રાર્થના કરી કે દુઃખ દૂર થઈ ગયું હતું. અને હિન્દુ અને મુસલમાન બંને બાપાના શિષ્યો બન્યા હતા ત્યાં.
એકવાર વીરપુરમાં કોઈ સંત આવેલા અને તેમને જલારામ બાપાને કહેલું કે મારે સેવા માટે વીરબાઈ જોઈએ છે તો જલારામ બાપાએ જરા પણ વિચાર કર્યા વગર હા પાડી દીધી અને વીરબાઈને આ સંતની સેવા માટે મોકલે છે. રસ્તામાં થોડાક જ આગળ વધ્યા ત્યાં જઈને વિરબાઈને કહ્યું કે તમે અહીં જ ઉભા રહો અને ત્યાં વીરબાઈ થોડો સમય સુધી ઉભા રહે છે ત્યાં તો સમય પસાર થતો જાય છે પરંતુ પેલા સંત માણસ પાછા આવતા નથી. અને થોડા સમય પછી આકાશમાંથી આકાશવાણી થઈ કે તમે ભગવાનની કસોટીમાં સફળ થયા છો. અને અસંત અદ્રશ્ય થયા આ પહેલાં તેમણે એક દંડ અને જોડી એ વીરબાઈને આપી હતી ત્યાં આકાશવાણીમાં તેમને કહ્યું કે આ જ્યા સુધી તમારી પાસે આ દંડ અને જોડી રહેશે ત્યાં સુધી તમારા અન્ના ભંડાર કોઈ દિવસ વીરપુરમાં સદાવ્રત માટે ખૂટશે નહીં. આ દંડ અને જોડી આજે પણ મંદિરમાં સાચવવામાં આવેલા છે જે કોઈ ભક્ત ત્યાં જાય છે તે બંનેના દર્શન અવશ્ય કરે છે.
હવે નવાઈની વાત તો એ છે કે આ મંદિરમાં વર્ષ 2000ની સાલથી કોઈપણ પ્રકારનો દાન સ્વીકારવામાં આવતો જ નથી. તેમ છતાં હંમેશા હજારોની સંખ્યામાં આવનાર અહીં ભક્તોને નિશુલ્ક જમવાની વ્યવસ્થા બે ટાઈમ કરવામાં આવે છે.અને હાલમાં જે જગ્યાએ જલારામ બાપાનું વીરપુરમાં મંદિર આવેલું છે તે જગ્યાએ પહેલા બાપાનું કામનું સ્થળ હતું તે ઘર હતું બીજી વાત એ પણ છે કે મંદિરને વર્ષો સુધી ચાલે તેટલા સદાવત માટેની રકમ એકઠી થઈ ગયેલ હોવાથી મંડળ જે છે તે ના પાડી રહ્યો છે.
માહિતી જો રસપ્રદ લાગી હોય તો લાઈક કરીને શેર કરજો જેથી તમારા મિત્રો સુધી પહોંચી શકે અને કૉમેન્ટમાં લખો જય જલારામ બાપા આવતા 24 કલાકમાં જ તમારા બધા કામ બની જશે.