Yuzvendra Chahal અને ધનશ્રીના છૂટાછેડા થયા કન્ફર્મ, ફોટા કર્યા ડિલીટ!
Yuzvendra Chahal : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચેના સંબંધોમાં ખટાશના સમાચાર ચર્ચામાં છે. છૂટાછેડાની અફવાઓ વચ્ચે, બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.
Yuzvendra Chahal એ ધનશ્રી સાથેની તમામ તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. જો કે ધનશ્રીએ ચહલને અનફોલો કરી દીધો છે, પરંતુ તેણે હજુ પણ તેના એકાઉન્ટમાંથી તેની તસવીરો હટાવી નથી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છૂટાછેડાના સમાચાર સાચા છે. સૂત્રોએ જણાવ્યું કે, “છૂટાછેડા ફાઇનલ છે, હવે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.”
2023માં છૂટાછેડાની અટકળો શરૂ થઈ હતી
તેમના અલગ થવાનું સાચું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ અહેવાલો સૂચવે છે કે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ અટકળો 2023 માં શરૂ થઈ હતી, જ્યારે ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી “ચહલ” અટક હટાવી દીધી હતી.
બીજા જ દિવસે, યુઝવેન્દ્રએ એક રહસ્યમય ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી, જેમાં તેણે લખ્યું, “એક નવું જીવન શરૂ થઈ રહ્યું છે.” જો કે, તે સમયે યુઝવેન્દ્રએ આ અહેવાલોને અફવા ગણાવીને ફગાવી દીધા હતા. તેણે તેના ચાહકોને કહ્યું હતું કે આવી વાતો પર વિશ્વાસ ન કરો અને તેને ફેલાવો નહીં.
Yuzvendra Chahal ના લગ્ન
Yuzvendra Chahal અને ધનશ્રી વર્માના લગ્ન 11 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. ધનશ્રીએ ઝલક દિખલા જા 11માં તેની લવ સ્ટોરી શેર કરી હતી.
તેણે કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન જ્યારે કોઈ ક્રિકેટ મેચ નહોતી થઈ રહી ત્યારે યુઝવેન્દ્રએ ડાન્સ શીખવાનું નક્કી કર્યું. તેણે સોશિયલ મીડિયા પર ધનશ્રીના ડાન્સ વીડિયો જોયા અને તેનો સંપર્ક કર્યો. અગાઉ નૃત્ય શીખવતી ધનશ્રી તેમને મદદ કરવા તૈયાર થઈ. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ ખીલ્યો હતો.
યુઝવેન્દ્રની ક્રિકેટ કારકિર્દી
યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર છે. તે T20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. તેણે તેની છેલ્લી ODI જાન્યુઆરી 2023માં અને તેની છેલ્લી T20 ઓગસ્ટ 2023માં રમી હતી. જોકે IPL 2025ની હરાજીમાં પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
વધુ વાંચો: