હનીમૂન પર Sonakshi Sinha ની રૂમમાં આ કોણ ઘુસી ગયું?
Sonakshi Sinha : સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નને સાત મહિના થઈ ગયા છે, પરંતુ એવું લાગે છે કે તેમની સફર અને રોમાંચક ક્ષણો ક્યારેય સમાપ્ત થતી નથી.
બંને તેમના લગ્ન જીવનનો ભરપૂર આનંદ માણી રહ્યા છે અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં વાઇલ્ડલાઇફ વેકેશન પર છે. બંને અવારનવાર પોતાની રોમેન્ટિક અને સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.
આકર્ષક વન્યજીવનનો અનુભવ
તાજેતરમાં, સોનાક્ષી સિંહાએ તેના ચાહકોને તેના વેકેશનની “જંગલી બાજુ” બતાવી. તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તેની હોટલના રૂમની બહાર સિંહ જોવા મળી રહ્યો છે. Sonakshi Sinha એ આ અનોખા અનુભવને કેમેરામાં કેદ કર્યો અને તેના ચાહકો સાથે શેર કર્યો.
View this post on Instagram
સિંહની ગર્જના અને સોનાક્ષીની પ્રતિક્રિયા
સોનાક્ષીએ શેર કરેલા વીડિયોમાં સિંહને તેના રૂમના અરીસાની બહાર જોર જોરથી ગર્જના કરતો જોઈ શકાય છે. રસપ્રદ વાત એ છે કે સોનાક્ષી સિંહથી બિલકુલ ડરતી ન હતી. વીડિયોમાં તે બેડ પર આરામથી બેઠેલી જોવા મળી રહી છે. તેણે મજાકમાં લખ્યું, “આજ સવારની અલાર્મ ઘડિયાળ – 6am!”
ચાહકોની રમુજી કોમેન્ટ
Sonakshi Sinha નો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ચાલો સિંહ સાથે લંચ અને ચાનો પ્લાન બનાવીએ.”
બીજાએ મજાકમાં કહ્યું, “સોનાક્ષી માત્ર સિંહનું લંચ નહીં બને, તે સંપૂર્ણ બુફે હશે.” આ વીડિયો પર ફેન્સ આવી ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે અને સોનાક્ષીના આ અનુભવની ખૂબ ચર્ચા થઈ રહી છે.
અમેઝિંગ વન્યજીવન વેકેશન
સોનાક્ષી અને ઝહીરનું આ વાઈલ્ડલાઈફ વેકેશન તેમના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. બંનેનો આ અનોખો અનુભવ તેમના ચાહકો માટે મનોરંજક અને યાદગાર બની ગયો છે.
વધુ વાંચો: