સોતેલી દીકરી Aaliyah Kashyap ના લગ્નમાં પહોંચી કલ્કી કોએચલિન
Aaliyah Kashyap : આલિયા કશ્યપ અને તેના મંગેતર શેન ગ્રેગોયરના લગ્ન સાથે બી-ટાઉનમાં લગ્નની સિઝનનો આરંભ થયો છે. 9 ડિસેમ્બરના રોજ આ ક્યૂટ કપલે બોલિવૂડના તેમના નજીકના મિત્રો અને ઇન્ડસ્ટ્રીના કેટલાક ખાસ લોકો માટે પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ પાર્ટીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને સ્ટાર કિડ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. અનુરાગ કશ્યપની દીકરી આલિયાની પ્રી-વેડિંગ પાર્ટીમાં ખુશી કપૂર અને વેદાંગ રૈના એક સાથે જોવા મળ્યા હતા. આવતી કાલે Aaliyah Kashyap અને શેન ગ્રેગોયર લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે.
અનુરાગ કશ્યપની લાગણી
પાર્ટીમાં ડિરેક્ટર અનુરાગ કશ્યપ આવ્યા ત્યારે પાપારાઝી તેમને ઘેરી લે છે અને ફોટો ક્લિક કરવા માટે રિકવેસ્ટ કરે છે. આ સમયે અનુરાગ કશ્યપ હાસ્યમાં “મેં તો દુલ્હન કા બાપ હુ યાર.” જ્યારે પાપારાઝી તેમને સ્મિત આપવા કહે છે, ત્યારે તેઓ ભાવુક થઈને કહે છે, “ક્યા મુસ્કુરાઓ, અંદર સે રોને કા દિલ કર રહા હૈ.”
સ્ટાર્સની શાનદાર હાજરી
ખુષી કપૂર: બોની કપૂર અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પોતાની બેસ્ટ ફ્રેન્ડ આલિયા કશ્યપના લગ્નમાં ગોલ્ડન ટ્રેડિશનલ ડ્રેસ અને લાઇટ જ્વેલરીમાં ખૂબ જ સુંદર લાગી હતી.
ઈબ્રાહિમ અલી ખાન: સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઈબ્રાહિમ ડેશિંગ અંદાજમાં પાર્ટીમાં પધાર્યા હતા. અલાયા એફ: ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘શ્રીકાંત’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અલાયાએ ગોલ્ડન શેમ્પેઈન બેઝ સાડી પહેરી હતી.
અંજિની ધવન: ‘બિન્ની એન્ડ ફેમિલી’થી ફિલ્મી શરૂઆત કરનારી અંજિની ધવને મેજેન્ટા-ગુલાબી લહેંગા સેટમાં ગ્લેમરને વધુ પ્રસરી દીધું હતું.
મહેંદી સેરેમનીની વિશેષતા
આલિયા અને શેનની મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમની મહેંદી ડિઝાઇન અનોખી હતી, જેમાં ડોગ અને બિલાડીના પેટ-થીમ આધારિત ડિઝાઇન દેખાતી હતી. આલિયા અને શેનના પરંપરાગત સીમાથી અલગ જતાં આ ડિઝાઇન ખૂબ પસંદ કરવામાં આવી હતી.
ખાસ પળો અને સુખદ યાદો
શેન અને આલિયા મે 2023માં સગાઈ કર્યા બાદ ઓગસ્ટમાં તેમના નજીકના લોકો માટે સગાઈની પાર્ટી યોજી હતી. 8 ડિસેમ્બરે તેમના હલ્દી ફંક્શનમાં ખુશી કપૂર, ઈમ્તિયાઝ અલી અને તેમના જેવા અનેક મહેમાનો હાજર રહ્યા હતા. આલિયા અને શેનના આ શાનદાર લગ્ને બી-ટાઉનમાં એક નવી ચર્ચા ઉભી કરી છે, જ્યાં દરેક ક્ષણ યાદગાર બની રહી છે.
વધુ વાંચો: