google-site-verification: googlec8654436f05b508b.html

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોને કચડનાર આરોપી તથ્ય પટેલનો વાળ પણ વાંકો નહીં થાય, પિતા પ્રજ્ઞેશ પટેલને રાજકીય આશરો

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોને કચડનાર આરોપી તથ્ય પટેલનો વાળ પણ વાંકો નહીં થાય, પિતા પ્રજ્ઞેશ પટેલને રાજકીય આશરો

અમદાવાદ શહેરમાં 19 જુલાઇ બુધવારની મધરાતે એસજી હાઇવે પર 160 કિમી પૂરઝડપે બેફિકરાઇભરી ડ્રાઇવિંગ કરી તથ્ય પટેલે નવ નિર્દોષોનો જીવ લઇ લીધો હતો.થાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં મદદ માટે ઉભા રહેલા રાહદારીઓને ફુટબોલની જેમ ફંગોળતા મરણચીસો ગુંજી ઉઠી હતી. આ કરુણ દુર્ઘટના માટે જવાબદાર કારચાલક તથ્ય પટેલનો વાળેય વાંકો નહીં થાય કેમ કે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ ભાજપ સાથે રાજકીય સબંધો ધરાવે છે. આ જોતાં ભાજપ જ સમગ્ર પ્રકરણમાં આશરો બની રહેશે.ગેંગરેપનો આરોપી પ્રજ્ઞેશ પટેલના ભાજપના મોટા ગજાના નેતાઓ સાથેના ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ થયાં છે.

પ્રજ્ઞેશ પટેલ ભાજપ સાથે રાજકીય ઘરોબો ધરાવે છે
માલેતુજારના સંતાનોની ધિંગામસ્તી કોઇ નિર્દોષની મોતનુ કારણ બન્યું હતું. હવે જયારે કારચાલક અને તેના પિતા સહિત અન્ય યુવક યુવતીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે ત્યારે ખરેખર તથ્ય પટેલ સામે કાયદાનો કોરડો વિઝાશે? એ સવાલ આમ ગુજરાતીના મનમાં ઉઠ્યો છે. તેનુ કારણ એછેકે, રાજકીય વગદાર માટે કોઇ કાયદો જ નથી. સામાન્ય વ્યક્તિ માટે બધુ છે. હવે એવી વાત બહાર પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ રાજકીય વગ ધરાવે છે. એટલું જ નહીં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ સાથે પ્રચાર કરતા દેખાઈ રહ્યાં છે. આ ફોટા જ એ વાતના પુરાવા છે કે, તેઓ ભાજપ સાથે રાજકીય ઘરોબો ધરાવે છે.

પાછલા બારણે આખાય કેસ પર ઠંડુ પાણી રેડી દેશે
એવી ય ચર્ચાએ જોર પકડ્યુ છેકે, એક સમયે ભાજપના નેતા બીપીન ગોતા સાથે પણ સંબંધ હતા પણ જમીન ઉપરાંત અન્ય રાજકીય વિવાદને બદલે આજે મિત્રતા દુશ્મનીમાં ફે૨વાઇ છે. બિપીન ગોતા પ્રજ્ઞેશ પટેલના કૌટુંબિક સગા હોવાનું કહેવાય છે. જોકે, ભાજપનુ એક જૂથ પ્રજ્ઞેશ પટેલની સાથે છે.રાજકીય વગને કારણે પ્રજ્ઞેશ પટેલ પૂરોપૂરો વિશ્વાસ છે કે, ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં પટેલનો નહી થાય. અત્યારે ભલે હોબાળો થયો સમય જતાં રાજકીય સબંધના જોરે આ બધુય શમી જશે. સોશિયલ મિડીયામાં લોકો સરકાર,પોલીસ પર ફિટકાર વરસાવી રહ્યા છેકે, માલેતુજારના સંતાનો હોવાથી રાજકારણીઓ-ખાખી વર્દી પાછલા બારણે મદદ કરીને આખાય કેસ પર ઠંડુ પાણી રેડી દેશે.

તથ્ય પટેલના બંગલા હરે શાંતિ પર બુલડોઝર ફરશે ખરું : લોકોમાં ચર્ચા
આમ જનતા ગુનો કરે તો કડક કાર્યવાહી પોલીસને પણ જાણે ઉત્સાહ જાગે છે. જાહે ૨માં ફટકારીને શિખવાડાય છે. પણ તથ્ય પટેલે એક નહીં, પણ નવ-નવ નિર્દેશ રાહદારીઓને કાર નીચે કચડી નાખ્યા પણ ખાખી વર્દીને આવુ કઇ સુઝ્યુ નહી. લોકોમાં ચર્ચા છેકે, જો કોઇ સામાન્ય માણસે આ કૃત્ય કર્યુ હોત તો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢીને તાયફો કર્યો હતો. ગૃહમંત્રીએ બુલડોઝર ચલાવવાનો આદેશ પણ કર્યો હોત. પણ આ કિસ્સામાં આવુકશુ થયુ નથી. ત્યારે સવાલ એ ઉઠયો છેકે, જમીન દલાલ પ્રજ્ઞેશ પટેલના આલિશાન બંગલા હરે શાંતિ પર સરકાર કયારે બુલડોઝર ફેરવશે?

તથ્ય પટેલે જેગુઆર કારને 120 કિ.મીની ગતિએ ચલાવ્યાની કબુલ્યું!
એસ જી હાઇવના ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માતની ઘટના બાદનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં તથ્ય પટેલ જેગુઆર કારને 120 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચલાવતો હોવાની વાતને કબુલે છે.એક બાઇક સવારે અકસ્માત સમયનો વિડીયો લીધો હતો. જેના આધારે એફએસએલના અધિકારીઓ કારની ચોક્કસ ગતિની માહિતી મેળવી શકશે. ઇસ્કોન બ્રીજ પર અકસ્માત કર્યા બાદ લોકોએ તથ્ય પટેલને ઝડપીને મેથીપાક ચખાડયો હતો.આ સમયે તે ઓવરસ્પીડમાં કાર ચલાવતો હોવાની વાત અંગે સ્થાનિક લોકોએ પુછતા તેણે કબુલ્યુ હતું કે તેણે જેગુઆર કારને 120 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ હંકારી હતી. તેની કબુલાતનો આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જો કે પોલીસે ધરપકડ કર્યા બાદ તેણે કારને પુરઝડપે હંકારી ન હોવાનું નિવેદન આપ્યું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *