43 વર્ષના આ Actor એ 13 વર્ષ નાની છોકરી સાથે કર્યા લગ્ન, ઓળખો કોણ?
Actor : શાહિદ કપૂરએ એક્ટ્રેસ કે મોડેલને બદલે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ 2015માં થયા હતા, અને તેમની ઉંમર વચ્ચે 13 વર્ષનો તફાવત છે. શાહિદ અને મીરાને મળવાનો શ્રેય તેમના પરિવારોને જાય છે.
તે સમયે Actor શાહિદ ફિલ્મ “ઉડતા પંજાબ”નું શૂટિંગ કરી રહ્યા હતા. શાહિદના દેખાવને જોઈને મીરાએ પહેલા લગ્ન માટે ઈનકાર કર્યો હતો, પરંતુ પછી તે સંમત થઈ હતી.
મીરા રાજપૂત દિલ્હીમાંથી છે. તેણીએ વસંત વેલી સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી શ્રી રામ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. અભ્યાસ પૂરો કર્યા પછી મીરાએ ઇન્ટર્નશિપ પણ કરી. મીરાના લગ્ન ત્યારે થયા જ્યારે તે માત્ર 21 વર્ષની હતી.
લગ્ન પહેલા શાહિદ અને મીરાએ એકબીજાને સમજવા માટે થોડો સમય લીધો હતો, અને પછી તેઓ લગ્ન માટે તૈયાર થયા. તેમના લગ્ન પંજાબી પરંપરાઓ અનુસાર થયા હતા. મીરા ભલે એક્ટ્રેસ નથી, પણ તેની લોકપ્રિયતા કોઈ એક્ટ્રેસથી ઓછી નથી. તે સ્કિન કેર બ્રાન્ડ Akindની કો-ફાઉન્ડર છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 4.8 મિલિયન ફૉલોવર્સ છે.
Actor નું લગ્નજીવન
શાહિદ અને મીરાની જોડીને હવે ઇન્ડસ્ટ્રીના ટોચના કપલ્સમાં ગણવામાં આવે છે. બંનેની ફેશન સેન્સ અને સ્ટાઇલ ફેન્સને ખૂબ ગમે છે. મીરા ઘણીવાર શાહિદ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
આ કપલને બે બાળકો છે – એક પુત્રી અને એક પુત્ર. 2016માં બંનેને મીશા નામની પુત્રીનો જન્મ થયો હતો, જ્યારે 2018માં તેઓ જૈન નામના પુત્રના માતા-પિતા બન્યા.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા મુજબ, શાહિદ કપૂરની કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયા છે. તે ફિલ્મો અને જાહેરાતોમાં કામ કરવા માટે તગડી ફી લે છે. આ કપલ લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે.