35 વર્ષની Actress એ ઊંભુ કર્યું 120 કરોડનું સામ્રાજ્ય, તાજમહેલથી ઓછું નથી ઘર
Actress : આ સુંદર હસીનાએ સ્ત્રી 2 થી લઈને જેલર જેવી ફિલ્મોમાં સુપરહિટ આઇટમ નંબરો આપ્યા છે. પોતાની કારકિર્દી સાથે સાથે તે પોતાની અંગત જિંદગીને કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે.
તમને આટલું વાંચીને કદાચ અનુમાન થઈ ગયું હશે કે અમે કોની વાત કરી રહ્યા છીએ. જો હજી પણ નહીં, તો ચાલો તમને આ અભિનેત્રીનો પરિચય કરાવીએ.
આ Actress બીજું કોઈ નહીં પણ તમન્ના ભાટિયા છે. 21 ડિસેમ્બર 1989ના રોજ મુંબઈમાં જન્મેલી તમન્નાએ દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સાથે બોલિવૂડમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમણે તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં 14 વર્ષમાં 54 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને અનેક સુપરહિટ આઈટમ નંબરો આપ્યા છે.
તમન્ના ભાટિયાએ 2005માં હિન્દી ફિલ્મ ચાંદ સા રોશન ચેહરા થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ આ ફિલ્મ સફળ રહી નહીં. તે પછી તમન્નાએ દક્ષિણની ફિલ્મો તરફ રૂખ કર્યો અને તે જ વર્ષમાં તેલુગુ ફિલ્મ સિરી માં કામ કર્યું. તેમ છતાં, તેમને વધુ પ્રસિદ્ધિ હેપ્પી ડેઝ, 100% લવ, બંગાલ ટાઈગર, બાહુબલી, અને બાહુબલી 2 જેવી ફિલ્મોથી મળી.
તમન્ના ભાટિયા નું બાળપણ મુંબઈમાં ગયેલું અને તેમણે પૃથ્વી થિયેટરમાંથી એક્ટિંગનું તાલીમ લીધું છે. તે સિંધી હિન્દુ પરિવારમાંથી આવે છે અને ન્યૂમરોલોજીમાં માને છે. આ જ કારણ છે કે તેમણે પોતાના નામના સ્પેલિંગમાં (Tamanna થી Tamannaah) બદલાવ કર્યો હતો.
તમન્નાના લોકપ્રિય આઇટમ નંબરો
સાઉથ ફિલ્મોથી લઈને બોલિવૂડ સુધી તમન્નાએ ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. તેમણે પોતાનાં આઇટમ સોંગ્સ દ્વારા પણ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.
સ્ત્રી 2 નું આજ કી રાત, અરાનમઈ 4 નું અચાચો, જેલર નું કાવાલા, સરિલેરુ નીકેવરૂ નું ડાંગ ડાંગ, જય લાવા કુશ નું ઝુલા ઝરા, અને બાહુબલી નું ધીવરા જેવા અનેક આઈટમ નંબરો તેમની લોકપ્રિયતામાં વધારો કરે છે.
નેટવર્થ અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમન્ના ભાટિયાની કુલ સંપત્તિ 120 કરોડ રૂપિયા છે. તેમણે મુંબઈના જુહુ-વર્સોવા લિંક રોડ પર તાજમહેલ જેવી ડિઝાઇનવાળું ઘર બનાવ્યું છે. તેમનો ફ્લેટ 14મા માળે આવેલ છે અને તેની કિંમત આશરે 16.60 કરોડ રૂપિયા છે.
તમન્નાને લક્ઝરી કાર્સનો પણ ખૂબ શોખ છે. તેમની પાસે BMW 329i (43.50 લાખ), મર્સિડીઝ-બેન્ઝ પજેરો સ્પોર્ટ્સ (1 કરોડ) અને લેન્ડ રોવર રેન્જ જેવી કાર્સ છે, જે તેમની શાનદાર લાઈફસ્ટાઇલને દર્શાવે છે.
તમન્ના ભાટિયા તેની બાહુબલી સિદ્ધિઓથી લઈને ગ્લેમરસ આઇટમ સોંગ્સ અને લક્ઝુરિયસ જીવનશૈલી સુધી હંમેશા ચર્ચામાં રહે છે.