ભંગાર વેચીને Actress કમાતી હતી પૈસા, આજે છે 400 કરોડની માલકિન
Actress : લોકપ્રિય ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી આજે ટેલિવિઝન જગતમાં એક જાણીતું નામ છે, પણ આ સફળતા મેળવવા માટે તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે.
14 ડિસેમ્બર 1984 ના રોજ જન્મેલી દિવ્યાંકા ભોપાલની રહેવાસી છે. તેમના પિતા નરેન્દ્ર ત્રિપાઠી ફાર્માસિસ્ટ છે, જ્યારે માતા નીલમ ત્રિપાઠી ગૃહિણી છે. દિવ્યાંકાએ ભોપાલમાં જ પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું.
દિવ્યાંકાને શરૂઆતમાં Actress બનવાનું સ્વપ્ન પણ નહોતું. તેમણે પોતાનું કરિયર ઓલ ઈન્ડિયા રેડિયોમાં એન્કર તરીકે શરૂ કર્યું. રેડિયો દરમિયાન તેમણે અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો, જેને કારણે તેઓ કાસ્ટિંગ ડિરેક્ટર્સના ધ્યાનમાં આવી.
તે પછી દૂરદર્શન પર કામ કરવાની તક મળી. તેમણે ‘આકાશવાણી’ શો પણ હોસ્ટ કર્યો હતો. ત્યારબાદ તેમને ટેલીવિઝન સિરિયલોમાં નાના રોલ મળવા લાગ્યા, જેમ કે ‘યે દિલ ચાહે મોર’ અને ‘વિરાસત’.
2006માં દિવ્યાંકા ત્રિપાઠી દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગઈ. ‘બનૂ મેં તેરી દુલ્હન’ સિરિયલ દ્વારા તેમણે એક માસૂમ વહુની ભૂમિકા ભજવી, જે દર્શકોને ખૂબ પસંદ આવી. આ શો બાદ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહીં અને ટોપની ઘણી સિરિયલોમાં કામ કર્યું. પછી તેઓ એકતા કપૂરની પ્રિય બની ગઈ અને તેમને ‘યે હૈ મોહબ્બતેં’ જેવી સુપરહિટ સિરિયલ મળી.
સફળતા સુધીનો સંઘર્ષ
બોલિવૂડ બબલને આપેલા એક ઈન્ટરવ્યુમાં દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના સંઘર્ષભર્યા દિવસો વિશે ખુલાસો કર્યો.
તેમણે જણાવ્યું કે કારકિર્દીની શરૂઆતમાં તેઓ ઘણી ઉથલપાથલમાંથી પસાર થઈ.
એક સિરિયલ પૂરી થયા પછી નવું કામ શોધવાનું દબાણ રહેતું. એક સમય એવો પણ આવ્યો જ્યારે પાળતુ પ્રાણીઓ માટે ખોરાક લેવા માટે પણ પૈસા નહોતા. આ કારણે તેમણે જૂના કાર્ડબોર્ડ બોક્સ અને નકામા સામાન ભંગારમાં વેચીને પૈસા કમાવ્યા.
તેમણે કહ્યું, “ત્યારે મારી પાસે બિલ ભરવા માટે પણ પૈસા નહોતા. EMI, ઘર ખર્ચ ચલાવવું મુશ્કેલ હતું. હું ટૂથપેસ્ટના બોક્સ પણ ભેગા કરતી, જેથી ભંગારમાં વેચીને થોડા પૈસા મળી રહે.”
દિવ્યાંકાનો સંઘર્ષ પ્રેરણાદાયક છે. પોતાની મહેનત અને ધીરજ દ્વારા તેમણે ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું અલગ સ્થાન બનાવી લીધું છે. આજે, તેમના જેવા કલાકાર માત્ર એક્ટિંગ માટે જ નહીં, પણ સખત મહેનત અને સંઘર્ષ માટે પણ જાણીતા છે.