Aishwarya Rai અને અભિષેક બચ્ચનએ પરિવારને છોડીને મિત્રો સાથે મનાવી હતી હોળી..
Aishwarya Rai : 25 માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોળીનો તહેવાર પૂરજોશમાં જોવા મળ્યો હતો. ઘણા સેલેબ્સે તેમના મિત્રો અને પરિવાર સાથે ઘરે જ હોળીની ઉજવણી કરી હતી. બચ્ચન પરિવારે પણ આ વર્ષે હોળી રમી હતી.
મંગળવારે Aishwarya Rai, અભિષેક બચ્ચન અને આરાધ્યાએ પરિવાર ને છોડીને તેમના મિત્રો સાથે હોળીની ઉજવણી કરી હતી. મિત્રો સાથેની હોળી સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. બીજી તરફ જયા અને અમિતાભ બચ્ચને તેમની ભાણકી નાવ્યા સાથે તેમના બંગલામાં હોળી રમી હતી.
Aishwarya Rai અને અભિષેકની હોળીની તસવીરો
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને આ વર્ષની હોળી તેમના મિત્રો સાથે ઉજવી હતી. આ ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની સાથે તેમની પ્રિય દીકરી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી.
હોળી પર, Aishwarya Rai એ આખો સફેદ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. ચહેરા પર ચશ્માં પહેરીને મચાવી તબાહી. અભિષેક બચ્ચન પણ સફેદ કુર્તા અને પાયજામામાં જોવા મળ્યો હતો. આ કપલે મિત્રો સાથે હોળીની ઉજવણી કરી હતી.
Aishwarya Rai એ દીકરી સાથે આપ્યા પોઝ
હોળીની આ તસવીરમાં ઐશ્વર્યા-અભિષેકનો પોઝ જોવા મળી રહ્યો છે, જેમાં તેમના ચહેરા પર ઘણો ગુલાલ લગાવવામાં આવ્યો છે. પુત્રી આરાધ્યાએ પણ હોળીના આ તહેવારોમાં ભાગ લીધો હતો અને તેના મિત્રો સાથે પોઝ આપીને ફોટો પડાવ્યા. ઐશ્વર્યા રાય તેના મિત્રની પુત્રી સાથે પણ સેલ્ફી લેતી જોવા મળે છે.
અમિતાભ બચ્ચન અને જયાએ પણ હોળી રમી
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ઉપરાંત અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને પણ તેમના બંગલામાં હોળી રમી હતી, જેની એક ઝલક પૌત્રી નવ્યા નવેલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ પ્રસંગે બિગ બી સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળ્યા હતા.
ઘણીવાર ગુસ્સામાં રહેતી અભિનેત્રી જયા બચ્ચન હોળીના અવસર પર ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. બચ્ચન પરિવારે આ ફેસ્ટિવલને ખૂબ એન્જોય કર્યો હતો. હોળીના આ શુભ પ્રસંગે જાય બચ્ચનએ સફેદ અને પીળી પટ્ટીઓ વાળી કૉટન ની કુર્તી પહેરી હતી. અને સ્ટ્રેટ કટ પાયજામા પહેર્યો હતો. તે જ સમયે, તેણે તેના માથામાં પાઘડીની જેમ રૂમાલ બાંધ્યો હતો.
75 વર્ષની જયા બચ્ચન એ અત્યારના સમયની પિચકારી પકડેલી જોવા મળી હતી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે જયા બચ્ચન તેની દીકરી અને નાતિન સાથે હોળીની ઉજવણી કરી રહી હતી.
નવ્યાએ હોલિકા દહનની તસવીર શેર કરી હતી. તેમાં તે સફેદ રંગના દુપટ્ટા અને કુર્તા-પાયજામામાં જોવા મળી. હોલિકા દહન પૂરું થયા પછી તે તેના મામા અભિષેક બચ્ચનના કપાળ પર રંગોનું તિલક લગાવતી પણ જોવા મળી હતી.
ઐશ્વર્યા રાય અને જયા બચ્ચન વચ્ચે બોલચાલ બંધ
ઐશ્વર્યા રાય અને જયા બચ્ચન વચ્ચેની વાતચીત પણ બંધ થઈ ગઈ છે. બંને ભાગ્યે જ સાથે જોવા મળે છે. થોડાક સમય પહેલા ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે છૂટાછેડા લેવાની નોબત આવી ગઈ હતી.
પરંતુ હવે એ બંને પતિ પત્ની વચ્ચે સુલેહ થઈ ગઈ હોવાનું જણાય છે. પરંતુ તેમ છતાં ઐશ્વર્યા રાયના તેના સસરા વાળાઓ સાથે બનતી નથી, ઐશ્વર્યા રાય ને તેની નંણદ શ્વેતા બચ્ચન સાથે પણ સબંધ સારા નથી એવું માનવામાં આવે છે.
બચ્ચન પરિવારના દરેક ફંકશનમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન દૂર રહે છે, તે ઉપરથી જણાય છે કે તેમની વચ્ચે હાલમાં સબંધ સારા નથી.
થોડાક દિવસ પહેલા ઐશ્વર્યાની નણંદ શ્વેતા બચ્ચન ની જન્મદિવસની પાર્ટી માં પણ ભાઈ ભાભી એ હાજીરી આપી નહોતી. તે ઉપરાંત, ઐશ્વર્યા રાય અને આરાધ્યા તેના પિયરમાં પહોંચી ગઈ હતી.
વધુ વાંચો: