Aishwarya Rai એ આ કોને આઁખ મારી? લોકોએ કહ્યું- અભિષેકનું શું થશે!
Aishwarya Rai : બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય ભલે હાલમાં ફિલ્મોમાં ઓછી દેખાવા માંડે છે, પરંતુ તેની ચર્ચા સતત થતા રહે છે. તાજેતરમાં Aishwarya Rai દુબઈમાં અવૉર્ડ શોમાં હાજરી આપ્યા બાદ પેરિસ ફેશન વીકમાં જોવા મળી હતી.
આ ઇવેન્ટમાં તે તેની દીકરી આરાધ્યા બચ્ચન સાથે જોવા મળી, અને બંનેનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખુબજ વખાણાઈ રહ્યો છે.
ઐશ્વર્યા રાય ને તાજેતરમાં ફિલ્મ ‘પોન્નિયન સેલવન 2’ માટે બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)નો સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી અવૉર્ડ (SIIMA) મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે નંદિનીનો પાત્ર ભજવ્યું હતું, અને તેની અભિનય કળાને સૌમીએ સરાહ્યું છે.
પેરિસ ફેશન વીકની ઇવેન્ટમાં, ઐશ્વર્યા રાય ઓવરસાઈઝ્ડ પ્રિન્ટેડ જેકેટ અને લાઈટ મેકઅપમાં નજરે પડી. આ દરમિયાન, તેણે કેમેરા સામે આંખ મારી, જે તેની ચાહકોને ખૂબ જ ગમી છે. તે જ સમયે, તેની દીકરી આરાધ્યા બચ્ચન પિંક સ્વેટશર્ટ અને જીન્સમાં ખુબજ ક્યૂટ લાગતી હતી.
View this post on Instagram
પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાય બચ્ચનના હાથમાં વેડિંગ રિંગ જોવા મળી હતી, અને ચાહકોને રાહત થઈ હતી કે તેમનું ફેવરિટ બોલિવૂડ કપલ સાથે જ છે. નોંધનીય છે કે, SIIMA 2024 ઇવેન્ટ દરમિયાન ઐશ્વર્યા રાયના હાથમાં વેડિંગ રિંગ જોવા મળી નહોતી, જેનાથી ચાહકોમાં એશ અને અભિષેક બચ્ચનના ડિવોર્સની ચર્ચાઓ શરૂ થઈ હતી.
ડિવોર્સની આ ચર્ચાઓ વચ્ચે શું એશ અને અભિશેક અલગ રહેવા જશે? ઐશ્વર્યા અને અભિષેકના લગ્નને 17 વર્ષ થઈ ગયા છે, અને આ સમય દરમિયાન તેમની અલગાવની ચર્ચા અનેક વખત સામે આવી છે.
બોમ્બે ટાઇમ્સના અહેવાલ મુજબ, અભિષેકે મુંબઈના બોરીવલી વિસ્તારમાં મોંઘી પ્રોપર્ટી ખરીદી છે. બચ્ચન પરિવારની અનેક પ્રોપર્ટીઓ મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં છે.
આ વાતે લોકોમાં ફરીથી ચર્ચા છે કે અભિષેક, ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા સાથે બીજે રહેવા જવા ઇચ્છે છે. હાલમાં, ત્રણે જલસા બંગલામાં રહે છે, જ્યારે અમિતાભ અને જયાબચ્ચન બાજુના પ્રતિક્ષા બંગલામાં રહે છે.
વધુ વાંચો: