Aishwarya Rai કે જયા બચ્ચન? જાણો કોણ છે સૌથી વધુ અમીર
Aishwarya Rai : છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા થઈ રહી છે કે બચ્ચન પરિવાર અને પૂર્વ મિસ વર્લ્ડ તથા બોલીવુડ એક્ટ્રેસ Aishwarya Rai બચ્ચન વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે.
અનેક રિપોર્ટ્સ મુજબ ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારથી દૂર રહે છે અને તેના પતિ અભિષેક બચ્ચન સાથેના સંબંધોમાં ખટાશ આવી છે.
જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે મતભેદ
કહેવાય છે કે ઐશ્વર્યા રાયના તેની સાસુ જયા બચ્ચન અને નણંદ શ્વેતા બચ્ચન સાથે પણ અણબનાવ ચાલે છે. જોકે, આ તમામ અફવાઓમાં કેટલું સત્ય છે તે ચોક્કસપણે કોઈ જાણતું નથી, પણ ચર્ચાઓ વહેતી રહી છે. સાસુ-વહુ વચ્ચે પ્રોપર્ટી અને કમાણી અંગે પણ અનેક મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે.
ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચનના લગ્ન અને પરિવાર
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન 2007માં થયા હતા, અને તેમની 12 વર્ષની એક પુત્રી આરાધ્યા છે. ઐશ્વર્યા રાય હવે ફિલ્મોમાં ઓછા જોવા મળે છે.
પરંતુ ફેન્સ હજી પણ તેના સુંદરતા અને અભિનયના દિવાના છે. ઐશ્વર્યાએ મૉડેલિંગ દ્વારા ગ્લેમર દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને 1997માં તેની પહેલી ફિલ્મ ‘ઇરુવર’ સાથે બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો.
ઐશ્વર્યા રાયની નેટવર્થ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા રાય બચ્ચનની કુલ સંપત્તિ લગભગ $100 મિલિયન (828 કરોડ રૂપિયા) છે. તે બોલીવુડ અને સાઉથની ફિલ્મો ઉપરાંત ઘણી બધી બ્યૂટી અને અન્ય બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટ દ્વારા પણ મોટો લાભ મેળવે છે. એક ફિલ્મ માટે તે 10 થી 12 કરોડ રૂપિયા લે છે, અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા તે વાર્ષિક 90 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
જયા બચ્ચનની નેટવર્થ
જયા બચ્ચન, જેઓએ 1973માં અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હતા, તેમના બે બાળકો, અભિષેક અને શ્વેતા છે. બાળકોના જન્મ પછી જયા બચ્ચને ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું અને પોતાના પરિવારમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. રાજકીય કારકિર્દી શરૂ કર્યા પછી, જયા બચ્ચનનું કહેવું છે કે તેમની કુલ સંપત્તિ 68 કરોડ રૂપિયા છે.
જયા બચ્ચનની સંપત્તિ
જયા બચ્ચન 28 કરોડ રૂપિયાની જ્વેલરી ધરાવે છે અને 12 લક્ઝરી કારની માલિક છે. તેમની પાસે મુંબઈના જુહુ વિસ્તારમાં 100 કરોડ રૂપિયાનો એક આલીશાન બંગલો પણ છે.
દુબઈની બેંકમાં 7 કરોડ રૂપિયા જમા છે. કાકોરી, લખનૌ અને ભોપાલમાં 39 કરોડ રૂપિયાની ખેતીની જમીન પણ તેમની માલિકી હેઠળ છે. આ માહિતી મિડિયા રિપોર્ટ્સના આધારે આપવામાં આવી છે.
વધુ વાંચો: