Aishwarya Rai ના પિયરે પહોંચ્યું બચ્ચન પરિવાર, ભાભીના ફંક્શનમાં હાજરી..
Aishwarya Rai : એશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચેના અણબનાવના સમાચાર લાંબા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બચ્ચન પરિવાર અને એશ્વર્યા રાયે અલગ-અલગ હાજરી આપી, જેના કારણે આ અફવાઓને વધુ બળ મળ્યું કે એશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે સંબંધો તણાવપૂર્ણ બની ગયા છે.
અણબનાવનું કારણ કોણ?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેમની દીકરી શ્વેતા બચ્ચનને ખૂબ જ સપોર્ટ કરે છે. બિગ બીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સંપત્તિ અભિષેક અને શ્વેતાને સમાન રીતે વહેંચવામાં આવશે. તેવામાં શ્વેતા વર્ષોથી પતિ નિખિલ નંદાથી અલગ રહી અમિતાભના બંગલા જલસામાં રહે છે, જે વાત Aishwarya Rai ને સ્વીકાર્ય નથી.
બંગલો ટ્રાન્સફર અને મતભેદ
ગયા વર્ષે અમિતાભ બચ્ચને બંગલો પ્રતિક્ષા શ્વેતાના નામે ટ્રાન્સફર કર્યો હતો, જેનાથી એશ્વર્યા નારાજ થઈ ગઈ હતી. કહેવામાં આવે છે કે એશ્વર્યા હવે અભિષેક સિવાય પરિવારના અન્ય સભ્યો સાથે વાત નથી કરતી અને પોતાની દીકરી આરાધ્યાને લઈને પિયર જતી રહી છે.
અનંત-રાધિકાના લગ્નમાં અલગ હાજરી
અનંત અને રાધિકાના લગ્નમાં પણ એશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર અલગ-અલગ જોવા મળ્યા હતા. બચ્ચન પરિવારનો જૂથ સાથે પોઝ આપતી વખતે એશ્વર્યા માત્ર આરાધ્યાના સાથે હતી. આના કારણે ફરીથી અફવાઓ ઉઠવા લાગી કે એશ્વર્યાએ બચ્ચન પરિવાર સાથે સંબંધ તોડ્યા છે.
નણંદ-ભાભી વચ્ચે તણાવ
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ અંતરનું મુખ્ય કારણ નણંદ શ્વેતા બચ્ચન છે. શ્વેતાની હાજરી એશ્વર્યાને નાપસંદ છે, અને તે તેના કારણે સાસુ-સસરા સાથે પણ વાતચીત ટાળી રહી છે. અંબાણીના લગ્નમાં પણ એશ્વર્યા અને શ્વેતાની વચ્ચે તણાવ સ્પષ્ટપણે જોવા મળ્યો.
જોકે, આ તમામ માહિતી હજુ સુધી માત્ર અફવાઓ પર આધારિત છે, અને વાસ્તવિકતા શું છે તે તો માત્ર બચ્ચન પરિવાર જ જાણે છે.