google-site-verification: googlec8654436f05b508b.html

Kajol પહેલા અજય દેવગનના દિલમાં વસી ગઇ હતી આ અભિનેત્રી, પણ..

Kajol પહેલા અજય દેવગનના દિલમાં વસી ગઇ હતી આ અભિનેત્રી, પણ..

Kajol : બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂરે 90ના દાયકામાં લાંબા સમય સુધી દર્શકોના દિલ પર શાસન કર્યું હતું. તે સમયના ટોચના અભિનેત્રીઓમાં કરિશ્માનું નામ આગળ હતું.

કરિશ્માએ અનેક શાનદાર અને સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરીને પોતાનું આગવું સ્થાન બનાવ્યું. લોકો તેના અભિનય અને સુંદરતાના દિવાના હતા. ભલે તે કપૂર પરિવારમાંથી આવતી હતી, પરંતુ કરિશ્માએ પોતાની મહેનતથી બોલિવૂડમાં આગવી ઓળખ બનાવી હતી. સુંદરતા ઉપરાંત તે અભિનય અને નૃત્યમાં પણ હતી.

કરિશ્માનું વ્યાવસાયિક અને અંગત જીવન

કરિયરની ટોચ પર કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા, જો કે તેમના લગ્ન પછી છૂટાછેડા સુધી પહોંચી ગયા. કરિશ્માનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહ્યું. સંજય કપૂર પહેલાં પણ તે સિરિયસ રિલેશનશીપમાં રહી ચૂકી હતી.

Kajol
Kajol

અજય દેવગણ સાથેના સંબંધ

ગોવિંદા સાથેની બેક-ટુ-બેક હિટ ફિલ્મો પછી, કરિશ્માનું નામ તેની ફિલ્મ જીગરના કો-સ્ટાર અને  Kajol ના પતિદેવ  અજય દેવગણ સાથે જોડાયું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને ડેટિંગ કરવા લાગ્યા હતા. જીગરની સફળતા પછી તેમણે સંગ્રામ, શક્તિમાન, ધનવાન અને સુહાગ જેવી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું. જો કે, તેમના સંબંધો લાંબા સમય સુધી ન ચાલ્યા.

મનીષા કોઈરાલા અને બ્રેકઅપ

એવું કહેવાય છે કે તેમની વચ્ચે તફાવત મનીષા કોઈરાલા કારણે આવ્યો હતો. મનીષા અને અજય દેવગણ એ કચ્ચે ધાગે, હિન્દુસ્તાન કી કસમ, કંપની, લજ્જા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું, જે દરમિયાન તેઓ નજીક આવ્યા હતા. આ સંબંધોથી નારાજ થઈ કરિશ્માએ અજય સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.

Kajol
Kajol

ઇશ્ક ફિલ્મની ઓફર ઠુકરાવી

આ સમયે કરિશ્માને ઇશ્ક ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી, પરંતુ તેની સામે અજય દેવગણ હોવાના કારણે તેણે આ ઓફર નકારી હતી.

બાદમાં આ ફિલ્મમાં કાજોલે અજય સાથે જોડી બનાવી અને બંને રિયલ લાઇફમાં પ્રેમમાં પડી ગયા અને પરણી ગયા. કરિશ્માએ બાદમાં દિલ્હીના બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા અને આગળનું જીવન શરૂ કર્યું.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *