Akash Ambani શ્લોકા નહીં, પણ આ મહિલા સાથે લોન્ગ ડ્રાઈવ પર નીકળ્યો
Akash Ambani : મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા આકાશ અંબાણી અને તેમની પત્ની શ્લોકા મહેતા સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય ક્યુટ કપલ તરીકે જાણીતાં છે.
બંને સાથે કોઈ પણ ઈવેન્ટમાં હાજર હોય ત્યારે એકબીજાની કાળજી લેતા અને પ્રેમભર્યા પળો શેર કરતા જોવા મળે છે. તાજેતરમાં, આકાશ અંબાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે.
આ વીડિયો વિષે વાત કરીએ તો, તેમાં આકાશ અંબાણી પોતાની કારમાં જોવા મળે છે, પણ જે વાતે નેટિઝન્સનું ધ્યાન ખેંચ્યું છે તે છે Akash Ambani ની સાથે કારમાં બેસેલી મહિલા. આ મહિલા બીજું કોઈ નહીં પરંતુ શ્લોકા મહેતાની બહેન દિયા મહેતા છે. નેટિઝન્સ આ વીડિયો જોઈને મજેદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે અને શ્લોકાને “ફોન કરીને કહેવું પડશે” જેવી વાતો કરી રહ્યા છે.
વાઈરલ વીડિયો પર નેટિઝન્સની પ્રતિક્રિયાઓ
આકાશ અને દિયાનો આ વીડિયો એક સોશિયલ મીડિયા પેજ પરથી શેર થયો છે, જેમાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “આકાશ અંબાણી પોતાની સાળી દિયા સાથે…” યુઝર્સે આ પર ટિપ્પણીઓની ઝપાટા ચલાવી દીધી છે.
એક યુઝરે મજાકમાં લખ્યું, “ભાઈ, તું મને તારો સાઢુભાઈ બનાવી લે યાર!” બીજા કોઈએ લખ્યું, “આકાશ હેન્ડસમ લાગી રહ્યો છે.” તો ત્રીજાએ પૂછ્યું, “આ લોકો ક્યાં જઈ રહ્યા છે?” આ ઉપરાંત, કેટલાકે તો શ્લોકાને મજાકમાં “ફોન કરીને બધું કહેજે” એવું પણ લખ્યું છે.
દિયા મહેતાની લોકપ્રિયતા
દિયા મહેતા, જે શ્લોકાની બહેન છે, પોતાની સુંદરતા અને સ્ટાઇલ માટે જાણીતી છે. દિયા ફેશનિસ્ટા છે અને એક સફળ બિઝનેસવુમન પણ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેના ફોટો અને વીડિયો સતત વાયરલ થતા રહે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમયે પણ દિયા ખૂબ ચર્ચામાં રહી હતી.
જો તમે પણ આ જીજા-સાળીનો મસ્ત મિજાજવાળો વાયરલ વીડિયો હજી ન જોયો હોય, તો તમારે તે સોશિયલ મીડિયા પર જરૂર જોઈ લેવા જેવો છે!
વધુ વાંચો: