google-site-verification: googlec8654436f05b508b.html

Ambani નો પાલતુ ડોગ ‘હેપ્પી’ પણ જીવે છે લકઝુરિયસ લાઈફ, અધધધધ કરોડોની કાર..

Ambani નો પાલતુ ડોગ ‘હેપ્પી’ પણ જીવે છે લકઝુરિયસ લાઈફ, અધધધધ કરોડોની કાર..

Ambani : મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના લગ્ન માત્ર ભારતમાં જ નહિ, વિદેશમાં પણ ચર્ચાનો વિષય બન્યા હતા.

જ્યારે અનંત અંબાણી અને તેમનો પરિવાર સજેલી રોલ્સ રોયસ અને S680 મેબેક કારમાં પહોંચ્યા ત્યારે આ દ્રશ્ય જોઈને બધા હેરાન રહી ગયા હતા. Ambani પરિવાર તો ઠીક, પણ આ વાતમાં તેમનો પ્રિય ડોગ હેપ્પી પણ કંઇ ઓછો નથી.

હેપ્પી મર્સિડીઝ-બેન્ઝ G 400D લક્ઝરી કારમાં મુસાફરી કરે છે જેની કિંમત લગભગ 3થી 4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તો ચાલો જાણીએ આ કારમાં શું છે ખાસ…

Ambani
Ambani

અંબાણી પરિવાર પાસે અનેક લક્ઝરી કાર છે, જેમાં G 63 AMG જેવા હાઇ-એન્ડ વાહનો સામેલ છે. ત્યાં હેપ્પી Mercedes-Benz G 400Dમાં સફર કરે છે. આ પહેલા હેપ્પી ટોયોટા ફોર્ચ્યુનર અને ટોયોટા વેલફાયર કારમાં મુસાફરી કરતો હતો.

મર્સિડીઝ-બેન્ઝની આ લક્ઝરી કારમાં 2925 સીસી 6 સિલિન્ડર 4 વાલ્વ વાળી ટર્બોચાર્જ્ડ એન્જીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ એન્જિન મહત્તમ 326 bhp પાવર સાથે 700 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

Ambani
Ambani

આ ઉપરાંત, તેમાં 4 અને 2 વ્હીલ ડ્રાઇવનો ઓપ્શન મળી જાય છે. Mercedes-Benz G 400Dના ડાયમેંશન્સની વાત કરીએ તો, આ લક્ઝરી કારની લંબાઈ 4817 mm, પહોળાઈ 1931 mm અને ઊંચાઈ 1969 mm છે.

આ સિવાય તેને 2890 mmના વ્હીલબેઝ સાથે 241 mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. આ કારમાં 5 લોકો માટે બેસવાની જગ્યા છે અને 480 લિટરની બૂટ સ્પેસ પણ આપવામાં આવી છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

કારમાં 100 લીટરની વિશાળ ફ્યુઅલ ટેન્ક પણ છે. હવે આ લક્ઝરી કારના ફીચર્સ પર નજર કરીએ તો, કંપનીએ કિલેસ એન્ટ્રી, ઈલેક્ટ્રિક એડજસ્ટેબલ સ્ટીયરીંગ, ક્રુઝ કંટ્રોલ, રીઅર અને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર કેમેરા, ઈલેક્ટ્રોનિક એન્ટી-ગ્લેયર મિરર, હીટર ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે જેવી આધુનિક સુવિધાઓ સાથે 12.3 ઈંચની એલસીડી ઈન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન આપવામાં આવી છે. આટલું જ નહીં, કારમાં 9 એરબેગ્સ સાથે 6 સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે. તેમાં ઓટોમેટિક ઈમરજન્સી બ્રેક્સ પણ છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *