Amitabh Bachchan ની પોસ્ટથી સોશિયલ મીડિયામાં હાહાકાર, કહ્યું- જવાનો સમય..
Amitabh Bachchan : છેલ્લા છ દાયકાથી બોલિવૂડમાં એક્ટિવ રહેલા અમિતાભ બચ્ચન આજે 82 વર્ષની ઉંમરે પણ એટલાજ ઉર્જાવાન છે. સામાન્ય રીતે આ ઉંમરે લોકો આરામ લેતા હોય છે, બિગ બી આજે પણ સુપર એક્ટિવ છે.
ફિલ્મો, ટીવી શો અને સોશિયલ મીડિયા પર તેઓ સતત જમાવટ રાખે છે. દરરોજ બ્લોગ અને એક્સ (Twitter) પર પોતાની લાગણીઓ વહેંચતા બિગ બી ની એક પોસ્ટે 7 ફેબ્રુઆરીની રાત્રે ફેન્સમાં ચિંતા ફેલાવી દીધી.
શું લખ્યું અમિતાભ બચ્ચને?
7 ફેબ્રુઆરી, રાત્રે 8:34 વાગે, અમિતાભ બચ્ચને એક મિસ્ટરીઅસ પોસ્ટ લખી, જેમાં તેમણે કહ્યું: “જવાનો સમય આવી ગયો છે.” આ ક્રિપ્ટિક પોસ્ટ જોઇને ફેન્સ ચોંકી ગયા અને તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત બની ગયા. રાતોરાત સોશિયલ મીડિયામાં ભારે હલચલ મચી ગઇ.
શું અમિતાભ બચ્ચન સારું મહેસૂસ કરી રહ્યા છે?
અમિતાભ બચ્ચન અગાઉ પણ આવી ક્રિપ્ટિક પોસ્ટ્સ કરી ચૂક્યા છે, જે લોકોમાં જિજ્ઞાસા અને ચિંતા વધારતી રહી છે. જોકે, તેમણે હજુ સુધી આ પોસ્ટનો સ્પષ્ટ અર્થ જાહેર કર્યો નથી.
ફેન્સની પ્રતિક્રિયાઓ
અમિતાભ બચ્ચનની આ પોસ્ટના જવાબમાં ફેન્સ ઉલઝન અને ચિંતામાં મૂકાઈ ગયા. એક યુઝરે લખ્યું – “આવું ના કહો, સર! તમે સાજા તો છો ને?” બીજા યુઝરે પૂછ્યું – “અમિતાભ સર, તમે ઠીક છો? અમને ચિંતા થાય છે.” એક ફેને ગુમસુમ રિએક્ટ કરતા લખ્યું – “આનો સાચો અર્થ શું છે? પ્લીઝ, અમને કહો.”
સત્ય શું છે?
હવે ફેન્સને અમિતાભ બચ્ચનની નવી પોસ્ટની રાહ છે, જ્યાં તેઓ આ મેસેજ પાછળનું અસલી કારણ જાહેર કરે. હાલ તો, બિગ બીની એક જ વાક્યની પોસ્ટ એ હઝારો ફેન્સની ચિંતા વધારી દીધી છે.