શું સાચું અમિતાભે Aishwarya Rai ને જાહેરમાં કિસ કરી? જાણો શું છે સત્ય
Aishwarya Rai : છેલ્લા કેટલાક દિવસોથી ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તેના અને અભિષેક બચ્ચનના કથિત ડિવોર્સની ચર્ચાઓ વચ્ચે હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં ઐશ્વર્યા રાય તેના સસરા અમિતાભ બચ્ચનને જાહેરમાં કિસ કરતી જોવા મળે છે. આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો છે.
જાહેરમાં બનેલ આ ઘટનાનું વિડીયો લોકોને આશ્ચર્યમાં મૂકતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચન એક કાર્યક્રમમાં તેમની વહુ ઐશ્વર્યા રાયને લિપ કિસ આપી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને લોકોની ભારે પ્રતિક્રિયાઓ આવી રહી છે.
તથાપિ, ફેસબુક પર શેર કરાયેલા આ વિડિયોના સત્ય અંગે તપાસ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે આ વિડીયો ફેક છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી એડિટ કરવામાં આવ્યો છે.
આ મોર્ફ્ડ વિડીયો છે, જેમાં અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયના ચહેરા સાથે ખોટી રીતે હકીકતનું આભાસ આપતો દ્રશ્ય બનાવવામાં આવ્યો છે. આ વિડીયોની હકીકત સામે આવી છે, પરંતુ તેને લઈને સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
થોડીક જ પહેલા, અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં પરિવારને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર ઈશારો કર્યો હતો. બ્લોગમાં તેમણે લખ્યું હતું કે, “અલગ રહેવા અને જીવનમાં મજબૂત વિશ્વાસ રાખવો એ હિંમત અને પ્રમાણિકતાની વાત છે.
અફવાઓ ફક્ત અફવાઓ છે. તે કોઈ સમર્થન વિના ફેલાય છે. શું લખવામાં આવે છે અથવા શું સાંભળવામાં આવે છે, તે ચકાસવું ખૂબ જરૂરી છે.”
આ સાથે અમિતાભ બચ્ચનએ તેમના પરિવાર સાથે જોડાયેલી આફવાઓને ખંડન કર્યું છે અને ચાહકોને સાચી માહિતી પર ધ્યાન આપવાની વિનંતી કરી છે.