Amy Jackson એ બ્રિટિશ એક્ટર સાથે કર્યાં લગ્ન, દીકરાને મળ્યું બાપનું નામ..
Amy Jackson : ‘સિંહ ઇઝ બ્લિંગ’, ‘એક દીવાના થા’ અને ‘2.0’ જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કરનારી એમી જેક્સને 23 ઓગસ્ટે બોયફ્રેન્ડ એડ વેસ્ટવિક સાથે લગ્ન કર્યા. એક્ટ્રેસે તાજેતરમાં જ તેના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Amy Jackson એ તેના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી અને કૅપ્શન લખ્યું કે, “સફર હમણાં જ શરૂ થઈ છે.” એમીએ ઈટાલીના અમાલ્ફી કોસ્ટમાં ક્રિશ્ચિયન રિવાજો અનુસાર એડ વેસ્ટવિક સાથે લગ્ન કર્યા.
એમી જેક્સને મેરેજ ફંક્શનમાં આલ્બર્ટા ફેરેટીનો ડિઝાઇન કરેલો ગાઉન પહેર્યો હતો. ઑફ-શોલ્ડર નેકલાઇન અને લેસી વેઇલ સાથેના કસ્ટમ ગાઉનમાં એમી અદભૂત લાગી રહી હતી.
લગ્નની શરૂઆત માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે યાટ પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. તમામ મહેમાનો પ્રાઈવેટ જેટમાં સ્થળ પર પહોંચ્યા હતા. એમી જેક્સન 2022થી સિંગર એડ વેસ્ટવિક સાથે રિલેશનશિપમાં છે. આ કપલે જાન્યુઆરી 2024માં સગાઈ કરી હતી, ત્યારબાદ 23 ઓગસ્ટે લગ્ન કરી લીધા. એમી 32 વર્ષની છે, જ્યારે એડ 37 વર્ષના છે.
Amy Jackson ના થયા લગન
લગ્નની તસવીરોના પહેલા એમી જેક્સને લગ્નના સ્થળે પહોંચતા પહેલા પ્રાઈવેટ જેટની કેટલીક સુંદર તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરોમાં એમી તેના પરિવાર અને સંબંધીઓ સાથે મોજ કરતા જોવા મળી હતી.
2009માં મિસ ટીન વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ, એમી જેક્સને 2010માં તમિલ ફિલ્મ ‘મદ્રાસપટ્ટિનમ’ થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ, 2012માં બોલિવૂડમાં ‘એક દીવાના થા’ ફિલ્મથી એન્ટ્રી કરી, જેમાં તેનો સહ-અભિનેતા પ્રતિક બબ્બર હતો. તેઓ એક વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા.
એમી જેક્સને એડ વેસ્ટવિક સાથે ઈટલીમાં ગ્રાન્ડ સ્ટાઇલમાં લગ્ન કર્યા. લગ્ન પછી, બંનેએ ક્રૂઝ પર શાનદાર પાર્ટી રાખી, જેમાં તેમનાં મિત્રો અને પરિવાર સાથે ઉજવણી કરતા તેમની તસવીરો એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટોમાં નવવિવાહિત કપલ એકબીજાના પ્રેમમાં રાચેલું નજરે પડે છે, અને કેટલાક ફોટોમાં તેઓ ડાન્સ કરતા જોવા મળે છે.
એમીએ તેના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી એક ફેમિલી તસવીરમાં, તેમના ચહેરા પરની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સમયે, એમીએ ડીપનેક સિલ્ક ગાઉન પહેર્યું હતું. સટલ મેકઅપ સાથે હેરસ્ટાઇલમાં સુંદર બનેલીએ પોતાનો લૂક પૂરો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે એમી જેક્સન અને એડ વેસ્ટવિકે 23 ઓગસ્ટે લગ્ન કર્યા હતા. તેઓ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે આખરે લગ્ન કરી લીધા છે.