લગ્ન પછી Anant Ambani ને આવી ગયો પાવર, પરિવાર અને મીડિયા સાથે ઝગડો..
Anant Ambani : અંબાણી પરિવારમાં ફરી એક વખત રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી વચ્ચેના અણબનાવના સમાચારો આવી રહ્યા છે.
અંબાણી પરિવારમાં ગણપતિ પૂજાના અવસર પર આયોજિત આ કાર્યક્રમમાં બોલિવૂડના મોટા-મોટા કલાકારો હાજર રહ્યા હતા, પરંતુ આ દરમિયાન રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
જેમાં Anant Ambani થોડા ગુસ્સામાં હતા, હવે આના કારણે અનંત અંબાણી અને રાધિકાના આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. જ્યાં લગ્ન પછી બંનેનો હનીમૂન પર જવાનો આ વીડિયો સામે આવ્યો છે જેમાં રાધિકા મર્ચન્ટ કંઈક અંશે ગુસ્સામાં જોવા મળી રહી છે.
અનન્યા પાંડેએ આ વર્ષે જુલાઈમાં થયેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં અનન્યાએ એ સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું કે અંબાણીના ઉચ્ચ પ્રોફાઇલ લગ્નોમાં હાજરી આપવા માટે સેલિબ્રિટીઓને પૈસા આપવામાં આવે છે.
મશાબલ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં અનન્યાએ કહ્યું, “તેઓ (અનંત અને રાધિકા) મારા મિત્રો છે, મને ખ્યાલ નથી કે લોકો આવું કેમ માને છે. મેં તેમના લગ્નમાં ખૂબ આનંદથી નૃત્ય કર્યું કારણ કે હું મારા મિત્રોના લગ્નમાં હાજર હતી. હું તેમના પ્રેમની ઉજવણી કરી રહી હતી.”
આગળ વધીને અનન્યાએ એ પણ ઉમેર્યું કે, લગ્ન દરમિયાન અંબાણી પરિવાર દ્વારા દરેક મહેમાનનું દિલથી સ્વાગત કરવામાં આવ્યું. ભલે કેટલાંયે ફંકશન્સ યોજાયા, પરંતુ સમગ્ર પરિવારે મહેમાનોની શ્રેષ્ઠ કાળજી લીધી હતી. આ એક મહત્ત્વની બાબત હતી, કારણ કે તેનાથી મહેમાનોને પોતાના પણની અને માનમર્યાદાની અનુભૂતિ થઈ.
અનંત અને રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા, અને તેમાં બોલિવૂડની ઘણી પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરા, શાહરુખ ખાન, રજનીકાંત, રણવીર સિંહ, સંજય દત્ત, જાહ્નવી કપૂર અને અર્જુન કપૂરે લગ્નમાં ઉત્સાહપૂર્વક નૃત્ય કર્યું હતું.
લગ્નમાં માત્ર બોલિવૂડ જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય અને દેશના અનેક પ્રતિષ્ઠિત અતિથિઓ પણ હાજર હતા, જેમાં પૂર્વ બ્રિટિશ પીએમ ટોની બ્લેર, પૂર્વ યુપી સીએમ અખિલેશ યાદવ, બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ અને બંગાળના સીએમ મમતા બેનર્જી સહિત 2,000થી વધુ હસ્તીઓ અને નેતાઓએ ભાગ લીધો હતો.