Anant Ambani ની સાળી અંજલીને જોઈ કે નહિ? ખુબસુરતીમાં અપ્સરાઓથી કમ નથી..
Anant Ambani : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યોના ફોટા વાયરલ થઈ રહ્યા છે. ઇશા અંબાણી, શ્લોકા અંબાણી કે નીતા અંબાણી, દરેકના ડ્રેસ અને તેમની સુંદરતાના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. તેવામાં Anant Ambani ની વહુ રાધિકા કેવી રીતે પાછળ રહી શકે?
હંમેશા રાધિકા મર્ચન્ટના દરેક લૂક ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે રાધિકાની સાથે તેની બહેન અંજલી મર્ચન્ટનો ફોટો વાયરલ થયો છે. હા, તાજેતરમાં સંગીત સમારોહ પછી, મુંબઈમાં રાધિકાના ઘરે ગ્રહ શાંતિ પૂજા રાખવામાં આવી હતી.
આ પૂજામાં રાધિકા મર્ચન્ટ સાદગીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, અને તેની સાથે અંજલી મર્ચન્ટની સુંદરતાએ પણ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
Anant Ambani ની સાળીની ખુબસુરતી
ગ્રહ શાંતિ પૂજામાં રાધિકા પારંપારિક વસ્ત્રોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની બહેન અંજલી મર્ચન્ટ અને માતા શૈલ વિરેન મર્ચન્ટ પણ તેની સાથે જોવા મળી રહ્યા છે. રાધિકાનો લુક અદભૂત હતો, પણ આ વખતે તેની બહેન અંજલીએ પણ ફેશન પ્રેમીઓનું દિલ જીતી લીધું છે.
અંજલી મર્ચન્ટે સુંદર ગુજરાતી સ્ટાઈલની પટોળા સાડી પહેરી હતી, જે ફેશન એક્સપર્ટને પણ ખૂબ પસંદ આવી હતી. આ ઘેરા લાલ સાડીને જટિલ પરંપરાગત ડિઝાઇનથી શણગારવામાં આવી હતી અને બોર્ડર પર ગોલ્ડન સિક્વિન એમ્બ્રોઇડરી હતી, જે ખૂબ જ સુંદર લાગતી હતી.
અંજલીના લુકની વાત કરીએ તો, તેની સાડી ખૂબ જ સુંદર હતી અને પલ્લુ ખભાથી સુંદર રીતે લટકતો હતો. ગોલ્ડન વર્કવાળા બ્લાઉઝ સાથે તેનો લુક ખરેખર અદભૂત લાગતો હતો. અંજલીએ સફેદ ચોકર ગળાનો હાર, મોટો લીલો નીલમણિનો હાર, કાનની બુટ્ટી અને માંગ ટીક્કા પહેર્યા હતા.
જે તેને રાણીની જેમ શોભાવી રહ્યા હતા. મેકઅપમાં તેણે ન્યુડ આઈશેડો, વિન્ગ્ડ આઈલાઈનર, કાજલ, ભરેલી આઈબ્રો, રોઝી ગાલ, હાઇલાઇટર અને ગ્લોસી પિંક લિપસ્ટિક લગાવી હતી. તેના ચળકતા વાળ સુઘડ બનમાં બાંધેલા હતા. આ આખો લુક એટલો સુંદર હતો કે દર્શકો તેને જોતા જ રહી ગયા.
ઉલ્લેખનીય છે કે, અંજલી બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને તેમની પત્ની શૈલા મર્ચન્ટની દીકરી અને રાધિકાની બહેન છે. અંજલિ મર્ચન્ટે મુંબઈમાં કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું. સ્નાતક થયા પછી, તેણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે.
વધુ વાંચો: