Anant-Radhika ની હલ્દી સેરેમનીનો વિડીયો જોવાનો બાકી હોઈ તો જોઈ લ્યો..
Anant-Radhika : સોશિયલ મીડિયા પર અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની બાદના ઘણા વિડીયો સામે આવ્યા છે. આ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે Anant-Radhika ની હલ્દી સેરેમની હોળી તરીકે સેલિબ્રેટ કરવામાં આવી હતી.
આ બધામાં એક વિડીયો એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, અને તે વિડીયો અનંતના કાકા-કાકી એટલે કે અનિલ અંબાણી અને ટીના અંબાણીનો હતો.
આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે અનિલ અંબાણી અને ટીના અંબાણી હલ્દી ના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન હાલમાં જ સંપન્ન થયા હતા. આ ગ્રેટ ઇન્ડિયન ફેટ વેડિંગની નોંધ માત્ર ભારતીય મીડિયા જ નહીં પણ વિદેશી મીડિયાએ પણ લીધી હતી અને લગ્નની ઝીણામાં ઝીણી વિગતને કવર કરી હતી.
Anant-Radhika ની હલ્દી સેરેમની
સોશિયલ મીડિયા પર આ લગ્નના ઇનસાઇડ વિડિઓ વાઇરલ થઈ રહ્યા છે અને જો તમે પણ ધ્યાનથી આ વિડિઓ જોયા હશે તો જ્યારે અનંત અને રાધિકાના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે ઉપસ્થિત મહેમાનો એક ખાસ કામ કરી રહ્યા હતા. આવો જોઈએ શું હતું આ કામ અને મહેમાનો કેમ એ કામ કરી રહ્યા હતા
View this post on Instagram
વાઇરલ થઈ રહેલા આ વિડિઓમાં જોવા મળી રહ્યું છે કે લગ્નમાં હાજરી આપી રહેલા દેશ-વિદેશના મહેમાનો લગ્ન સમારંભમાં ઘંટડીઓ વગાડી રહ્યા હતા.
હવે આ જોઈને તમને પણ એવો સવાલ થયો જ હશે કે આખરે લોકો કેમ ઘંટડીઓ વગાડી રહ્યા હતા, બરાબર ને? ચાલો તમને આ વિશે જણાવીએ. ખુદ પંડિતજીએ આ વાતનો ખુલાસો કર્યો છે.
Anant-Radhika ની હલ્દીમાં મહેમાનો..
આ પહેલાં પણ જ્યારે ઇશા અંબાણી અને આનંદ પિરામલ ના લગ્ન થઈ રહ્યા હતા એ સમયે પણ અંબાણી પરિવારના સદસ્યો આ રીતે જ નાની નાની ઘંટડીઓ વગાડતા જોવા મળ્યા હતા.
આ વિશે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન કરાવનાર પંડિત ચંદ્રશેખર શર્માએ જણાવ્યું હતું કે શંખ અને ઘંટડીઓનો ધ્વનિ માંગલિક ધ્વનિમાં આવે છે અને એ વગાડીને દેવતાઓને આવ્હાન કરવામાં આવે છે.
જ્યારે પણ કોઈ મંગળ કાર્ય યોજાય ત્યારે જો એમાં શંખ કે ઘંટડી વગાડવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. બંગાળી લગ્નોમાં શંખ વગાડવાની પ્રથા છે એ જ રીતે હિંદુ લગ્નમાં ઘંટડીઓ વગાડવાનું શુભ માનવામાં આવે છે.
કયા પ્રકારની ઘંટડી વગાડવાનું શુભ માનવામાં આવે છે એ વિશે માહિતી આપતા પંડિતજીએ જણાવ્યું હતું કે આમ તો કાંસામાંથી બનાવવામાં આવેલી ઘંટડી વગાડવાનું શુભ માનવામાં આવે છે, પણ જો કાંસાની ઘંટડી ના હોય તો ચાંદીની ઘંટડી પણ વગાડી શકાય.
વધુ વાંચો: