Ananya Panday વિદેશી હેન્ડસમના પ્રેમમાં થઈ ઘાયલ, કોણ છે નવો બોયફ્રેન્ડ?
Ananya Panday : બોલિવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રી અનન્યા પાંડે છેલ્લા કેટલાક સમયથી તેના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. આદિત્ય રાય કપૂર સાથેના બ્રેકઅપ બાદ, હવે અનન્યા પાંડે નું નામ એક વિદેશી વ્યક્તિ સાથે જોડાઈ રહ્યું છે.
અફવાઓ મુજબ, અનન્યા પાંડે બ્રેકઅપ બાદ આગળ વધી છે અને તેના જીવનમાં નવો પ્રેમ પ્રવેશ્યો છે. સમાચારો અનુસાર, અનન્યાનું દિલ હવે વોકર બ્લેન્કો પર આવી ગયું છે.
બન્નેની પ્રથમ મુલાકાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન થઈ હતી, જ્યાંથી અનન્યા અને વોકરની તસવીરો અને વિડિયોઝ વાયરલ થયા હતા.
અનન્યા પાંડે વોકર બ્લેન્કો સાથે ખુબ જ કમ્ફર્ટેબલ દેખાઈ હતી, જેના કારણે તેના ફેન્સ તે રહસ્યમય વ્યક્તિ વિશે જાણવા ઉત્સાહિત થઈ ગયા હતા.
અહેવાલો મુજબ, અનન્યા પાંડે એ અંબાણીના લગ્નમાં વોકરને તેના પાર્ટનર તરીકે રજૂ કર્યો હતો. મે મહિનામાં, એક ફ્રેન્ચ ક્રૂઝ પર અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશન દરમિયાન અનન્યા અને વોકરની મુલાકાત થઈ, અને બંને વચ્ચે પ્રેમનો ઉદય થયો.
વોકર બ્લેન્કો એક અમેરિકન છે અને હાલના સમયમાં જામનગરમાં રહે છે. તે અનંત અંબાણીના પેટ પ્રોજેક્ટ ‘વંતારા’માં કામ કરે છે.
વોકરનું ઇન્સ્ટાગ્રામ દર્શાવે છે કે તે પ્રાણીઓનો ખુબ પ્રેમી છે, અને તેનું સંપૂર્ણ સોશ્યલ મીડિયા પ્રાણીઓ અને વન્યજીવનની તસવીરોથી ભરેલું છે.
વોકર પૂર્વ મોડલ છે અને તે યુએસમાં રહેતો હતો ત્યારે જ્યોર્જિયો અરમાની અને કેટલાક મોટા વૈશ્વિક ફેશન બ્રાન્ડ્સ માટે રેમ્પ વોક કરતો હતો.
અનન્યા સોશિયલ મીડિયા પર પણ વોકરને ફોલો કરે છે, અને વોકર પણ અનન્યા, ઓરી, શનાયા કપૂર, અને સલમાન ખાનને ફોલો કરે છે.
વધુ વાંચો: