જુલાઈમાં Ankita Lokhande બનશે માં, સમાચાર સાંભળીને પતિ ઉછળી પડયો
Ankita Lokhande : પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેત્રી અંકિતા લોખંડે વિશે સમાચાર છે કે તે ટૂંક સમયમાં માતા બનવાની છે. જોકે, આ માત્ર એક અફવા પણ હોઈ શકે છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અંકિતા અને તેના પતિ વિક્કી જૈન રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે જુલાઈ મહિનામાં તેમના ઘરે એક નાનો મહેમાન આવવાનો છે. જોકે, આ સમાચાર પર અંકિતા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
ચાહકો આ સમાચારથી ખૂબ જ ઉત્સાહિત છે અને આશા રાખી રહ્યા છે કે અંકિતા કે વિકી ટૂંક સમયમાં તેની પુષ્ટિ કરશે. ઉલ્લેખનીય છે કે અંકિતા અને વિક્કી રિયાલિટી શો બિગ બોસમાં સાથે જોવા મળ્યા હતા. ભલે તે શો જીતી ન શક્યો, પણ તેણે દર્શકોના દિલ ચોક્કસ જીતી લીધા.
ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે અંકિતા જલ્દી આ ખુશખબરની પુષ્ટિ કરે અને તેના પરિવારમાં ખુશીનો માહોલ છે. જો આ સમાચાર સાચા નીકળે, તો તે જૈન પરિવાર માટે ખૂબ જ ખાસ અને યાદગાર ક્ષણ હશે.