Mukesh Ambani નું એન્ટિલિયા નહીં પણ આ છે દુનિયાનું મોંઘું અને આલીશાન ઘર..
Mukesh Ambani : એશિયા જ નહીં, પણ દેશના બીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં સ્થાન ધરાવતા Mukesh Ambani અને તેમનો પરિવાર પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે ચર્ચામાં રહે છે.
તેઓ જે ઘરમાં રહે છે, એ એન્ટિલિયા પણ સતત ચર્ચાનો વિષય બનતું રહે છે. મુંબઈના આ સૌથી મોંઘા ઘરોમાં ગણાતું એન્ટિલિયા જોતાં તમે વિચારશો કે આ દુનિયાનું સૌથી મોટું ઘર હશે.
પરંતુ જો તમને પૂછવામાં આવે કે આખી દુનિયામાં સૌથી મોટું ઘર ક્યાં આવેલું છે, તો કદાચ તમને તેનો ખ્યાલ નહીં હોય. ચાલો, આજે તમને દુનિયાના સૌથી મોટા ઘર વિશે જણાવીએ.
આ વિશ્વનું સૌથી મોટું ઘર છે “લક્ષ્મી વિલાસ પેલેસ”, જે આપણા ગુજરાતના વડોદરા શહેરમાં આવેલું છે. આ પેલેસની ગણતરી માત્ર ભારત જ નહીં, પણ દુનિયાના સૌથી મોટા ઘરોમાં કરવામાં આવે છે. ગાયકવાડ રાજપરિવારે નિર્મિત આ પેલેસ એક ભવ્ય આર્કિટેક્ચર અને ઐતિહાસિક વારસાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
ગુજરાતના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયએ 1880માં આ પેલેસનું નિર્માણ કરાવ્યું હતું. વિવિધ રંગીન માર્બલ્સ અને કળાકૃતિઓથી સજ્જ આ પેલેસ લંડન સ્થિત બ્રિટિશ રાજવંશના ઓફિશિયલ બકિંગહમ પેલેસ કરતા ચાર ગણું મોટું છે.
એક અંદાજ મુજબ, હાલ આ શાનદાર પેલેસની કિંમત લગભગ 1.80 લાખ પાઉન્ડ એટલે કે 20,000 કરોડ રૂપિયાની આસપાસ છે. આ ભવ્ય પેલેસમાં હાલમાં એચઆરએચ સમરજિતસિંહ ગાયકવાડ, તેમની પત્ની રાધિકારાજે ગાયકવાડ અને તેમની બે દીકરીઓ રહે છે.
વડોદરાના તત્કાલિન મહારાજા ગાયકવાડ ત્રીજાએ આ પેલેસના નિર્માણ માટે આર્કિટેક્ટ રોબર્ટ ફેલોજ ચિસોલ્મની મદદ લીધી હતી. 18મી સદીમાં બનાવવામાં આવેલું આ પેલેસ એટલું ભવ્ય છે કે અહીં ક્યારેય વીજળી જતી નથી.
આશરે 700 એકરમાં ફેલાયેલું લક્ષ્મી વિલાસ પેલેસમાં 170 રૂમ્સ છે. ચારે માળના આ પેલેસને વડોદરાના મહારાજા અને મહારાણી માટે બનાવવામાં આવ્યું હતું.
આ ઘરને સામાન્ય નાગરિકો પણ અંદરથી જોઈ શકે છે, માટે તેમને માત્ર 150 રૂપિયાની ટિકિટ ખરીદવી પડે છે. મ્યુઝિયમ જોવા માટે 60 રૂપિયાની ટિકિટ લેવી પડે છે.
શું તમને આશ્ચર્ય નથી થયું વડોદરા સ્થિત આ લક્ષ્મી વિલાસ પેલેસ વિશે જાણીને? ગાયકવાડ રાજવંશના આ વૈભવી શાહી પેલેસ સામે મુકેશ અંબાણીનું મુંબઈ સ્થિત એન્ટિલિયા તો નાનો લાગે!