Nita Ambani ના એન્ટીલિયા કરતા પણ મોટા ઘરમાં રહે છે આ મહિલા, ગુજરાતમાં છે ઘર
Nita Ambani : મુકેશ અંબાણી અને Nita Ambani નું મુંબઈમાં આવેલું ઘર એન્ટીલિયા દુનિયાના મોંઘાદાટ ઘરોમાંના એક છે. પરંતુ, આજે અમે તમને આ એન્ટીલિયાથી પણ મોટા ઘર વિશે જણાવીશું, જે આપણા ગુજરાતમાં છે.
આ ઘર હકીકતમાં એક જબરદસ્ત પેલેસ છે. ગુજરાતમાં આવેલો આ વિશાળ લક્ષ્મી વિલાસ પેલેસ અનેક લોકો દ્વારા દુનિયાનું સૌથી મોટું ખાનગી આવાસ તરીકે માનવામાં આવે છે, કારણ કે તે આકારમાં બ્રિટનના પ્રસિદ્ધ બર્કિંઘમ પેલેસ કરતા પણ મોટો છે.
વડોદરામાં છે આ વિશાળ ઘર
વડોદરામાં આવેલો આ લક્ષ્મી વિલાસ પેલેસ એ ગાયકવાડ પરિવારનો છે. ગાયકવાડ બરોડાના પૂર્વ શાસક હતા અને આજે પણ બરોડા (વડોદરા)ના લોકોમાં તેમનું ખુબ સન્માન છે.
આ પરિવારના મુખીયા એચ.આર.એચ. સમરજીત સિંહ ગાયકવાડ છે. તેમના લગ્ન વાંકાનેર શાહી પરિવાર સાથે સંબંધ ધરાવતા રાધિકારાજે ગાયકવાડ સાથે થયા છે.
બર્કિંઘમ પેલેસ કરતા પણ મોટું ઘર
લક્ષ્મી વિલાસ પેલેસ દુનિયાનું સૌથી મોટું ખાનગી નિવાસસ્થાન છે, કારણ કે તેનો આકાર બ્રિટનના બર્કિંઘમ પેલેસ કરતા પણ મોટો છે. Housing.com મુજબ, લક્ષ્મી વિલાસ પેલેસ 3,04,92,000 વર્ગ ફૂટમાં ફેલાયેલો છે, જ્યારે બર્કિંઘમ પેલેસ 8,28,821 વર્ગ ફૂટનો છે.
નોંધનીય છે કે, દુનિયાનું સૌથી મોંઘુ ઘર, મુકેશ અંબાણીનું એન્ટીલિયા, માત્ર 48,780 વર્ગ ફૂટમાં ફેલાયેલું છે, જેની કિંમત લગભગ 15000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 170થી વધુ રૂમવાળો આ લક્ષ્મી વિલાસ પેલેસ મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયએ 1890માં બનાવડાવ્યો હતો, જેનો ખર્ચો તે સમયે લગભગ દોઢ લાખ પાઉન્ડ (GBP 180,000) થયો હતો.
રાધિકારાજે ગાયકવાડ
19 જુલાઈ 1978ના રોજ જન્મેલી રાધિકારાજે ગાયકવાડના પિતા ડોક્ટર એમ.કે. રણજીત સિંહ ઝાલા શાહી પરિવારના પહેલા સદસ્ય હતા જેમણે પોતાનો ખિતાબ છોડીને આઈએએસ અધિકારી બનવાનું નક્કી કર્યું.
રાધિકારાજે ગાયકવાડે દિલ્હી યુનિ.ની લેડી શ્રીરામ કોલેજથી માસ્ટર ડિગ્રી પૂરી કરી. વર્ષ 2002માં મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ સાથે લગ્ન કરતા પહેલા તેઓ એક પત્રકાર તરીકે કામ કરતા હતા.
રાધિકારાજેનું સરળ જીવન
રાધિકારાજે ગાયકવાડે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમનો જન્મ ભલે શાહી પરિવારમાં થયો હતો, પરંતુ દિલ્હીમાં તેમનું જીવન ખુબ સાધારણ હતું. રાધિકારાજેને યાદ છે કે તેઓ સ્કૂલ બસમાં શાળાએ જતા હતા.
બરોડાના મહારાણીએ હ્યુમન ઓફ બોમ્બેને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે “અમે ખુબ જ સાધારણ જીવન જીવ્યા. આથી જ્યારે હું ઉનાળા વેકેશનમાં વાંકાનેર જતી હતી, ત્યારે લોકોનું ધ્યાન જોઈને મને ખુબ નવાઈ લાગતી હતી.”
વધુ વાંચો: