Anushka Sharma નો આવો હાલ જોઈને તમે તો હેરાન જ રહી જશો, વધેલો વજન, મોટા ગાલ..
Anushka Sharma : બોલિવૂડની ખુબસુરત અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લા લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહી છે. આ વર્ષની શરૂઆતમાં, અનુષ્કાએ પુત્ર અકાયને જન્મ આપ્યો હતો અને તે લાંબા સમયથી લંડનમાં રહી હતી. પરંતુ આજે સવારે Anushka Sharma મુંબઈ એરપોર્ટ પર દેખાઈ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Anushka Sharma તેના પતિ વિરાટ કોહલી અને તેમના બંને બાળકો, અકાય અને વામિકા વિના મુંબઈ પરત ફરી છે. અભિનેત્રી ઓલ-બ્લેક લુકમાં ખુબસુરત દેખાઈ રહી હતી. જોવો આ વિડિયો.
તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્માની આગામી ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ છે. આ ફિલ્મ પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. અનુષ્કા શર્માના ફેન્સ તેની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થનારી ‘ચકદા એક્સપ્રેસ’ની રિલીઝ ડેટ હજી જાહેર કરવામાં આવી નથી.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલ લંડનમાં છે, જ્યાં તેઓ ચમકદાર અને ગ્લેમરથી દૂર, સામાન્ય જીવન જીવી રહ્યાં છે. થોડા સમય પહેલા, બંને લંડનના રસ્તાઓ પર શોપિંગ માટે નીકળ્યા હતા અને આ દરમિયાન કોઈએ તેમને કેમેરામાં કેદ કરી લીધાં હતાં.
સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં અનુષ્કા અને વિરાટ નગરના રસ્તા પર ચાલતાં દેખાઈ રહ્યાં છે. વીડિયોમાં અનુષ્કાએ બ્લેક પેન્ટ સાથે સફેદ ટોપ પહેર્યું છે અને તે લાલ હેન્ડબેગ સાથે દેખાઈ રહી છે. વિરાટ તેના પાછળ ચાલતો જોવા મળ્યો છે, અને તેની સાથે કેટલીક શોપિંગ બેગ પણ છે.
View this post on Instagram
અહેવાલો અનુસાર, અનુષ્કાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ખુલાસો કર્યો હતો કે તેના પુત્રનું નામ અકાય રાખવામાં આવ્યું છે. હવે, અનુષ્કા અને વિરાટ તેમના બાળકો સાથે લંડનમાં રહી રહ્યાં છે.
જો કે, અનુષ્કા ટૂંક સમયમાં ભારત પરત ફરશે તેવી શક્યતા છે. તાજેતરમાં, અનુષ્કાએ તેના ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી હતી કે તે ટૂંક સમયમાં મુંબઈ પરત આવશે. આ માહિતી તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શેર કરવામાં આવી હતી, જેમાં તેણે સ્નેક્સ બ્રાન્ડની જાહેરાતનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેને તે પ્રમોટ કરે છે.
અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે, જે ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત બાયોપિક છે.