google-site-verification: googlec8654436f05b508b.html

એક્સ પત્ની Malaika Arora નો સહારો બન્યો અરબાઝ, કહ્યું- તું ટેન્શન લેતી નહિ

એક્સ પત્ની Malaika Arora નો સહારો બન્યો અરબાઝ, કહ્યું- તું ટેન્શન લેતી નહિ

Malaika Arora : 11 સપ્ટેમ્બરના રોજ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી અને મોડલ મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બાંદ્રામાં પોતાના ઘરની છત પરથી કૂદીને આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે.

આ ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અનિલ અરોરાએ ખરેખર આત્મહત્યા કરી છે કે કેમ, તે અંગે હાલ તપાસ ચાલી રહી છે, કારણ કે કોઈ સુસાઈડ નોટ મળેલી નથી.

મલાઈકા અરોરાના પિતાના અચાનક અવસાનના સમાચાર મળ્યા બાદ અરબાઝ ખાન સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેની બાદમાં મલાઈકા અરોરા અને તેની ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ ત્યાં પહોંચ્યા.

Malaika Arora
Malaika Arora

અર્જુન કપૂર મોડી રાત સુધી મલાઈકા સાથે મજબૂત રીતે ઊભો રહ્યો અને પછી મલાઈકા અને તેની બહેન અમૃતા અરોરાને રાત્રે ઘરે મૂકી આવ્યો હતો.

અર્જુન કપૂર ની આ હરકતને કારણે લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, “અર્જુન કપૂરે આજે બધાના દિલ જીતી લીધા છે.”

Malaika Arora
Malaika Arora

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપની અફવાઓ ચાલી રહી છે. જો કે, કેટલાક અહેવાલો અનુસાર, તેઓ હજી પણ સાથે છે. 2018થી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જ્યારે આ દુઃખદ ઘટના બની ત્યારે મલાઈકા પુણેમાં હતી. પિતાના નિધનના સમાચાર મળ્યા બાદ તે તરત જ મુંબઈ આવી હતી.

આ દરમિયાન અનન્યા પાંડે, કરીના કપૂર, સૈફ અલી ખાન, સલમાન ખાનનો પરિવાર અને કરિશ્મા કપૂર સહિતના બોલિવૂડ સેલેબ્સ પણ મલાઈકા અરોરાના પરિવારને સાંત્વના આપવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *