Arjun Kapoor એ તેની સગી બેન અને ખુશી કપૂર સાથે મનાવી ‘રક્ષાબંધન’, જાહ્નવી કપૂર છે પરિવારથી દૂર..
Arjun Kapoor એ તેની સગી બેન અને ખુશી કપૂર: Arjun Kapoor તેની બહેનો સાથે જોવા મળી રહ્યો છે. ફોટોમાં Arjun Kapoor સાથે અંશુલા કપૂર, ખુશી કપૂર અને શનાયા કપૂર હાજર છે પરંતુ અભિનેત્રી જ્હાન્વી કપૂર આ તસવીરમાંથી ગાયબ હતી. ચાહકોએ આ ખૂબ જ ઝડપથી નોંધ્યું.
પોતાની ત્રણ બહેનો સાથે આ તસવીર શેર કરતી વખતે Arjun Kapoor એ લખ્યું કે, “આ વંશમાંથી કેટલાક મુખ્ય લોકો ગુમ છે, જેમને છોડી દેવામાં આવ્યા છે.”
View this post on Instagram
અર્જુન કપૂરની આ તસવીર પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “તમારા બધાને રક્ષાબંધનની શુભકામનાઓ”, જ્યારે બીજા યુઝરે લખ્યું, “જાન્હવી કપૂર ક્યાં છે?”
Arjun Kapoor ની આ પોસ્ટ પર શનાયા કપૂરે દિલની ઈમોજી બનાવી છે પરંતુ જાહ્નવીએ હજુ સુધી આ પોસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. અર્જુનની પોસ્ટને અત્યાર સુધીમાં 38 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર છેલ્લે ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળ્યો હતો. વર્ષ 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અર્જુન કપૂરની સાથે અભિનેતા જ્હોન અબ્રાહમ, તારા સુતારિયા અને દિશા પટણી પણ મુખ્ય ભૂમિકામાં હતા.
જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. અભિનેત્રી જ્હાન્વી કપૂરની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘બાવળ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં જાહ્નવીની જોડી વરુણ ધવન સાથે હતી, જે ચાહકોને પસંદ પડી હતી. હવે ટૂંક સમયમાં જ જ્હાન્વી ફિલ્મ ‘ઉલ્ઝા’માં જોવા મળશે.