Bigg Boss 17 party : બિગ બોસ 17ની સક્સેસ પાર્ટીમાં ઓરાના લૂકે ખેંચ્યું બધાનું ધ્યાન, આ લોકો રહ્યા ગાયબ, જુઓ તસવીરો
Bigg Boss 17 party : બિગ બોસ 17ના સ્પર્ધક અભિષેક કુમારે તાજેતરમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ તેમાં કેટલાક સિલેક્ટેડ સ્પર્ધકો હતા. જો કે, હવે શોની સફળતાના અવસર પર મેકર્સ દ્વારા એક સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સ્પર્ધકોએ હાજરી આપી હતી.
જો કે, હજુ પણ ફિરોઝા ખાન અને અનુરાગ ડોભાલે આ પાર્ટીમાં ન જોડાવાનો નિર્ણય લીધો હતો. અહીં અમે તમને આ પાર્ટીની કેટલીક ખાસ તસવીરો બતાવી રહ્યાં છીએ.
Bigg Boss 17 party
ગઈકાલે રાત્રે મુંબઈમાં બિગ બોસ 17 ના સ્પર્ધકો માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અભિષેક કુમાર, મન્નરા ચોપરા, મુનાવર ફારુકી, રિંકુ ધવન અને અન્ય ઘણા સ્પર્ધકો અને તેમના મિત્રોએ હાજરી આપી હતી. આવો જોઈએ આ પાર્ટીમાં ક્યા સ્પર્ધકો હાજર રહ્યા હતા અને તેમની તસવીરો કેવી હતી.
અંકિતા લોખંડે અને ઈશા માલવિયાની તસવીરો પણ વિકી જૈન અને મન્નરા ચોપરા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. બિગ બોસ 17 ના વિજેતા મુનાવર ફારુકી પણ પાર્ટીમાં ગ્રાન્ડ એન્ટ્રી કરતા જોવા મળ્યા હતા.
અરુણ માશેટ્ટી, સની આર્ય, સોનિયા બંસલ અને કોરિયન સિંગર ઓરા પણ પાર્ટીનો ભાગ બન્યા હતા.
આ પાર્ટીમાં પૂજા ભટ્ટ, ક્રિષ્ના અભિષેક અને અરબાઝ ખાન સાથે તેની પત્ની શૂરા ખાન પણ આવી હતી.
આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને સ્પર્ધકોના ચાહકો તેમના સેલિબ્રેશનને જોવા આતુર છે. બિગ બોસ 17 ની સીઝન 15 ઓક્ટોબર, 2023 ના રોજ શરૂ થઈ હતી, જેમાં 17 સ્પર્ધકો હતા, અને પછીથી કેટલાક વાઈલ્ડકાર્ડ્સ પણ ઉમેરવામાં આવ્યા હતા. અનુરાગ ડોભાલ અને ફિરોઝા ખાન વિશે વાત થઈ કે તેઓ કેમ ન આવ્યા, અને નિર્માતાઓ પર આક્ષેપો પણ થયા.