google-site-verification: googlec8654436f05b508b.html

Car: માલિક હોય તો આવા હો બાકી! આ કંપનીના માલિકે પોતાના કર્મચારીઓને દિવાળી ભેટમાં આપી મોંઘી દાટ કાર…જાણો પૂરો મામલો

Car: માલિક હોય તો આવા હો બાકી! આ કંપનીના માલિકે પોતાના કર્મચારીઓને દિવાળી ભેટમાં આપી મોંઘી દાટ કાર…જાણો પૂરો મામલો

Car: દિવાળીનો તહેવાર આંગણે ટકોરો મારી રહ્યો છે ત્યારે કંપનીના સત્તાવાળાઓ દ્વારા કર્મચારીઓને Car ગિફ્ટ અને મીઠાઈ ભેટ આપવામાં આવતી હોય છે. આવી સ્થિતિ વચ્ચે એક ફાર્મા કંપની દ્વારા આપવામાં આવેલી ભેટ હાલ ચર્ચાનું કારણ બની છે અને કર્મચારીઓમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં લોકો પણ આવા બોસ મળે તેવી માંગ કરી રહ્યા છે.પંચકુલામાં એક ફાર્મા કંપનીના માલિકે પોતાના 12 કર્મચારીઓને ટાટા પંચ કાર ગિફ્ટ કરી દીધી છે.

Car ગિફ્ટ કરવાનો વાયદો પૂરો કર્યી
મિટ્સકાર્ટ કંપનીના માલિક એમ કે ભાટિયા પોતાને માલિક નથી ગણાવતા અને કર્મચારીઓને તે કર્મચારી ગણતા નથી. તેઓના જણાવાયા અનુસાર કર્મચારી બધા તેને મન સ્ટાર્સ, સેલિબ્રિટીઝ છે. તેઓની મહેનત અને તેના સ્ટાફની મદદથી તેણે એક કંપની બનાવી અને આજે તેના કારણે તે ઘણી ઉંચાઈ પર પહોંચી ગયો છે અગાઉ તેઓએ કાર ગિફ્ટ કરવાનો વાયદો કર્યા બાદ તે કાર ભેટ આપી વચન પૂરું કર્યું છે.

ઘણા કર્મચારીઓ Car કેવી રીતે ચલાવવી તે જાણતા નથી
એમ.કે.ભાટિયાએ જણાવ્યું હતું કે તમામ કર્મચારીઓએ રાત-દિવસ કામ કર્યું છે અને કંપનીના નિર્માણમાં મદદ કરી છે. તેની લગન અને મહેનતથી આ કાર આપી છે. દરેક વ્યક્તિ પાસે કારનું સપનું હોય છે અને મેં મારા કર્મચારીઓનું સપનું પૂરું કર્યું છે તે નિર્ણયથી અન્ય માલિકો પણ પ્રેરણા લે તે આવકારદાયક છે.ઘણા કર્મચારીઓને કાર ચલાવતા ન આવડતું હોવાથી હાલ તેઓ શીખી રહ્યા છે.

આટલું મોટું ગિફ્ટ જોઈ કર્મચારીઓ આશ્ચર્યચકિત અને શેઠનું વિશાળ હૃદય જોઈને ભાવુક થયા હતા. મહિલા કર્મચારીઓએ જણાવ્યું કે તેમને કંપની દ્વારા કાર આપવામાં આવી છે અને અત્યાર સુધી તેઓ કાર ચલાવતા નથી આવડતી પરંતુ હવે તેઓ કાર ચલાવતા શીખશે. તેને કહ્યું કે ભવિષ્યમાં પણ આવી જ મહેનત અવિરત રાખીને તે વધુ સિદ્ધિ હાંસલ કરવામાં નિમિત્ત બનશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *