દારૂ કૌભાંડમાં CM Kejriwal ની ધરપકડ, જેલમાંથી ચલાવશે સરકાર? શું છે સત્ય..
CM Kejriwal : 21 માર્ચે સાંજે દિલ્હી દારૂ કૌભાંડમાં ED એ અરવિંદ કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. ED 10મીએ સમન લઈને સાંજે 7 વાગ્યે પહોંચ્યું હતું. CM Kejriwal ની ધરપકડ બાદ તેને ઈડી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. દારૂ કૌભાંડ કેસમાં ED સંપૂર્ણ એક્શન મોડમાં છે. ધરપકડ પહેલા ED ની ટીમ ગુરુવારે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી. સીએમ કેજરીવાલની પૂછપરછ કરી હતી. RML હોસ્પિટલથી પહોંચેલી ડોકટરોની ટીમે તેની તપાસ કરી હતી.
ગુરુવારે શું અને ક્યારે થયું?
બપોરે 2.30 વાગ્યે : દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો.
સાંજે 7.00 વાગ્યે : ED ની ટીમ 10મીએ સમન લઈને CM આવાસ પર પહોંચી હતી.
સાંજે 8.05 વાગ્યે : દિલ્હીના CM કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો.
સાંજે 9.05 વાગ્યે : પહેલા બે કલાક સુધી થઈ પૂછપરછ, ત્યારબાદ થઈ કેજરીવાલની ધરપકડ.
CM Kejriwal નો મેડિકલ ટેસ્ટ થયો
ED હોસ્પિટલમાં કેજરીવાલનું મેડિકલ ટેસ્ટ થયો. મેડિકલ ટેસ્ટ બાદ ડોક્ટરની ટીમ ઈડી ઓફિસથી રવાના થઈ હતી. મેડિકલ તપાસ પૂર્ણ થયા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ફરી પૂછપરછ શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીનું કહેવું એવું છે કે ભાજપ કેજરીવાલથી ડરે છે. કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
કેજરીવાલને આજે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિલ્હીના સીએમને હાઈકોર્ટમાં રજૂ કરતા પહેલા પણ તેમનું મેડિકલ ટેસ્ટ થઈ શકે છે. ED કેજરીવાલના રિમાન્ડ મેળવવાના પ્રયાસો કરશે. કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીના મંત્રી આતિશીએ નિવેદન આપ્યું હતું કે કેજરીવાલ દિલ્હીના સીએમ જ રહેશે. અને જેલમાંથી તેમની સરકાર ચલાવશે.
સીએમ કેજરીવાલને પ્રચાર કરતા રોકવાનો પ્રયાસ
કેજરીવાલની ધરપકડ પર આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યું કે કેજરીવાલની ધરપકડ તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવાનો પ્રયાસ છે. આતિશીએ કહ્યું- સીએમ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. કેજરીવાલ એક પ્રેરણા છે, એક વિચાર છે. આતિષીનું કહેવું છે કે ભાજપના ઈશારે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે ભાજપ સરકાર કેજરીવાલથી ડરી ગઈ છે. આતિશીએ કહ્યું, અમે લોકશાહી બચાવવા માટે લડી રહ્યા છીએ.
CM કેજરીવાલ કેવી રીતે ફસાયા?
EDએ ગયા વર્ષે જ 2 નવેમ્બરે સીએમ કેજરીવાલને પહેલું સમન મોકલ્યું હતું. આ સમન (PMLA) પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જારી કરવામાં આવ્યું હતું.
EDનું કહેવું છે કે અમારી ચાર્જશીટમાં સીએમ કેજરીવાલના નામનો ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે એક્સાઈઝ પોલિસી 2021-22 તૈયાર થઈ રહી હતી ત્યારે ઘણા આરોપીઓ કેજરીવાલના સંપર્કમાં હતા. સીએમ કેજરીવાલના આ કેસના અન્ય એક આરોપી દિનેશ અરોરાએ EDને જણાવ્યું કે તેઓ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા પણ હતા.
#WATCH दिल्ली: दिल्ली के सीएम और AAP के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल की मेडिकल जांच के लिए डॉक्टरों की एक टीम ईडी कार्यालय पहुंची। pic.twitter.com/t6KE1zmJjM
— ANI_HindiNews (@AHindinews) March 22, 2024
દિલ્હીના સીએમ અને AAPના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલની મેડિકલ તપાસ કરવા માટે ડોક્ટરોની એક ટીમ ED ઓફિસ પહોંચી હતી.
રાહુલ ગાંધી કેજરીવાલના પરિવારને મળ્યા
રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પરિવારને મળવા ગયા હતા. કેજરીવાલના પરિવારને રાહુલ ગાંધી તરફથી સમર્થન મળ્યું. રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે તેઓ કેજરીવાલને કાનૂની સહાય કરશે. અરવિંદ કેજરીવાલ આજે કોર્ટમાં હાજર થશે.
શું છે દિલ્હીનું દારૂ કૌભાંડ?
દિલ્હીની કેજરીવાલ સરકારે 17 નવેમ્બર 2021ના રોજ આબકારી નીતિ 2021-22 લાગુ કરી હતી. નવી નીતિએ સરકારને દારૂના ધંધામાંથી બહાર કાઢીને આખી દુકાનો ખાનગી હાથમાં લઈ લીધી.
દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે નવી દારૂ નીતિથી સરકારની આવકમાં વધારો થશે અને માફિયા શાસનનો અંત આવશે. જો કે, આ નીતિ શરૂઆતથી જ વિવાદમાં હતી, તેથી 28 જુલાઈ, 2022 ના રોજ, સરકારે તેને રદ કરી. 8 જુલાઈ 2022 ના રોજ, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નરેશ કુમારના અહેવાલમાં કથિત દારૂના કૌભાંડનો પર્દાફાશ થયો.
આ રિપોર્ટમાં મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મહત્વના નેતાઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. દિલ્હીના એલજી વીકે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી. સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. પૈસાની ગેરરીતિના આરોપો પણ હતા, તેથી EDએ પણ મની લોન્ડરિંગની તપાસ કરવા માટે કેસ નોંધ્યો હતો.
વધુ વાંચો: