અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટનાં ક્યુટ લુક ઉપર ચાહકો થયા ફીદા, સ્વર્ગ માંથી ઉતરેલી અપ્સરા પણ ઝાંખી લાગે
દેશનાં મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ બુધવારના રોજ NMACC માં મ્યુઝિક નું આયોજન કર્યું હતું, જેમાં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપેલી હતી. આ ઇવેન્ટમાં ઘણા સેલિબ્રિટીઝ અવતારમાં નજર આવ્યા હતા, તો વળી અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ એ પોતાના શાનદાર લુકથી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
વેસ્ટર્ન અટાયરમાં તે એટલી પ્રેમાળ લાગી રહી હતી કે થોડી મિનિટોમાં જ તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગ્યા હતા. તો ચાલો તમને તેના લુક વિશે જણાવીએ, જેને તમે પણ ઉનાળાની સિઝનમાં ટ્રાય કરી શકો છો.
રાધિકા મર્ચન્ટ એ આ ઇવેન્ટમાં પોતાના ગોર્જિયસ લુક અને પોતાની સ્માઈલ થી દરેક લોકોના દિલ જીતી લીધા હતા. તેણે આ મીડી ડ્રેસ ને ફેસનેબલ લેબલ Aje પાસેથી પીક કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. વ્હાઇટ કલરના આ સિલ્ક ડ્રેસ ઉપર મલ્ટીકલર પ્રિન્ટ નજર આવી રહેલા હતા. જે હેન્ડ પેન્ટેડ હતા.
ડ્રેસ ઉપર પિન્ક, ગ્રીન અને બ્લુ કલરના મોટા મોટા ફ્લોરલ મોટીફ્સ જોવા મળી રહ્યા હતા, જે તેના લુક ને ખૂબ જ રિફ્રેશિંગ બનાવી રહ્યા હતા. રાધિકા ની ડ્રેસ માં ઉપરથી લઈને નીચે સુધી પ્લીટ્સ ની પેટર્ન આપવામાં આવેલ હતી જે અલગ જ ધ્યાન આકર્ષિત કરતી હતી.
વેસ્ટલાઈન થી હેમલાઈન સુધી ડ્રેસ ફઝ-ફ્રી પેટર્નમાં હતો. વળી બસ્ટ પોર્શન પર ખૂબ જ સુંદર ફીટીંગ આપવામાં આવેલી હતી. જેમાં તે પોતાના સાઇડ કર્વ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી હતી. આ મીડી રેસમાં રાધિકાનો લુક એકદમ ફ્લોલેસ જોવા મળી રહ્યો હતો.
અંબાણી પરિવારની ભાવિ વહુ એ આ ડ્રેસમાં લોકોનું ધ્યાન ખૂબ જ આકર્ષિત કર્યું હતું. આ પ્રકારના ડ્રેસને તમે પણ ફ્રેન્ડની નાઈટ પાર્ટી માં પહેરી શકો છો. સમર સિઝન માટે આ આઉટફીટ એકદમ પરફેક્ટ છે, જે કમ્ફર્ટની સાથે સ્ટાઇલ પણ આપશે.
પોતાના આ સિમ્પલ લુક ને કમ્પલીટ કરવા માટે રાધિકાએ પોતાના ગળામાં ડાયમંડ પેન્ડેન્ટ ની ચેઇન પહેરેલી હતી. મેકઅપ ને તેણે લાઈટ રાખેલો હતો. હળવા ફાઉન્ડેશનની સાથે ઓરેન્જ લીપ શેડ, શાર્પ કોન્ટોર અને ખુલ્લા વાળ તેને બ્યુટીફુલ લુક આપી રહ્યા હતા. પગમાં રાધિકાએ લક્ઝરી બ્રાન્ડ Hermes ની ફ્લેટ સેન્ડલ પહેરેલી હતી, જે દૂરથી જ બધાનું ધ્યાન ખેંચવાનું કામ કરી રહી હતી.