મુકા કાકાને છોડી Nita Ambani આ કોને ડેટ કરી રહી છે? બોલી- હવે નવો..
Nita Ambani : વિશ્વના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા કાકી તેમજ આખો અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે.
નીતા કાકી હોય કે અંબાણી પરિવારના અન્ય સભ્યો, જ્યાં જ્યાં જાય ત્યાં પાપારાઝી તેમને કવર કરે છે. અગાઉ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન અને પછી પેરિસ ઓલિમ્પિક્સમાં અંબાણી પરિવારે ખૂબ ધ્યાન ખેંચ્યું હતું.
સોશિયલ મીડિયા પર હાલમાં એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં નીતા અંબાણીએ મુકેશ અંબાણી સિવાય અન્ય કઈ વ્યક્તિ સાથે ડેટ પર જવું ગમશે એ વિશે વાત કરી છે.
મામલો એવો છે કે, નીતા અને મુકેશ અંબાણી સિમી ગરેવાલના ટોક શો “રેન્ડેવૂ વિથ સિમી ગરેવાલ”માં ભાગ લીધો હતો. એ દરમિયાન સિમી ગરેવાલે નીતા અંબાણીને પૂછ્યું કે જો તમને મુકેશ અંબાણી સિવાય કોઈ સાથે ડેટ પર જવું પડે તો તે કોણ હશે? આ સવાલના જવાબમાં નીતા અંબાણી એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનું નામ લીધું.
બિલ ક્લિન્ટનનું નામ સાંભળીને મુકેશ અંબાણીએ મજાકમાં કહ્યું કે “જો નીતા બિલ ક્લિન્ટન સાથે ડેટ પર જશે, તો હું તમારી સાથે ડેટ પર જવા માંગું છું.” આ વાત સાંભળીને સિમી ગરેવાલે હસતા કહ્યું, “હું આ માટે તૈયાર છું.”
મુકેશ અંબાણીનો પગાર
મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. અહેવાલો મુજબ, છેલ્લા ચાર નાણાકીય વર્ષોથી તેમણે કંપની પાસેથી કોઈ પણ પ્રકારનો પગાર લીધો નથી.
કોવિડ-19 મહામારી દરમિયાન આર્થિક તંગી હોવાના કારણે તેમણે આ નિર્ણય લીધો હતો. રિલાયન્સના વ્યૂહાત્મક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવનારા મુકેશ અંબાણીને અન્ય ઘણાં ભથ્થાં મળતા રહે છે. આ ઉપરાંત, તેઓ કંપનીમાં પોતાના સ્ટોકમાંથી પણ જમાવટ કરે છે.
મુકેશ અને નીતા અંબાણીની લવ સ્ટોરી ઘણી ફિલ્મી છે. તેઓની પહેલી મુલાકાત ધીરુભાઈ અંબાણીના માધ્યમથી થઈ હતી. 1985માં તેમના લગ્ન થયા હતા અને આજે તેઓ એક આદર્શ કપલ તરીકે ઓળખાય છે.