Ambani family ની મોટી વહુ અને નાની વહુ વચ્ચે કંઈક આવો છે સંબંધ..
Ambani family : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પછી અંબાણી પરિવાર હવે પૂર્ણ પરિવારમાં પરિવર્તિત થયો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો પરિવાર લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ અને પરંપરાગત સંસ્કારો માટે ચર્ચામાં રહે છે.
આ પરિવારના ફોટોઝ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. તાજેતરમાં શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળેલા એક વિડિયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે.
વિડીયોમાં શ્લોકા અને રાધિકા વચ્ચેના બોન્ડની ઝલક
આ વાયરલ વિડિયોમાં Ambani family ની મોટી વહુ શ્લોકા મહેતા અને નાની વહુ રાધિકા મર્ચન્ટ એકસાથે જોવા મળે છે. વિડિયોમાં બંને ખૂબ જ ખુશમિજાજ લાગી રહી છે અને મીડિયાને પોઝ આપી રહી છે.
બંને વચ્ચેનો પ્રેમ અને સમજૂતી જોવા જેવી છે. સામાન્ય રીતે દેરાણી-જેઠાણી વચ્ચે આટલો જજ્બાતી બોન્ડ જોવા મળવો થોડું મુશ્કેલ હોય છે, પરંતુ અંબાણી પરિવારમાં તે સંભવ બની રહ્યું છે.
“સ્વીટ મોમેન્ટ્સ” કેપ્શન સાથે વાયરલ વિડિયો
વિડિયોમાં રાધિકા મર્ચન્ટે વ્હાઈટ ચણિયા-ચોળી પહેરેલી છે, જ્યારે શ્લોકા મહેતાએ સાડી પહેરેલી છે. બંને ખૂબ જ સુંદર લાગતાં નજરે ચડે છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ આ વિડિયો પર જાત-જાતની ટિપ્પણીઓ કરી રહ્યા છે.
કોઇએ લખ્યું કે, “બંને જણ બહેનપણી જેવી લાગે છે,” તો કોઇએ કહ્યું કે, “સુંદર બોન્ડ, કોણ કહેશે કે આ બંને દેરાણી-જેઠાણી છે?” ત્રીજા યુઝરે લખ્યું, “સુંદર વિડિયો, બંને સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે.”
ક્યારનો છે આ વિડિયો?
આ વિડિયો ક્યારનો છે તે વિશે ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમ શ્લોકા મહેતા અને આકાશ અંબાણી એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા, તેમ જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી પણ બાળપણથી પરિચિત હતા. આજ ઓળખે આખરે આ બંને જોડીઓને જીવનસાથી બનાવવામાં મદદ કરી.
વધુ વાંચો: