Deepika Padukone એ બાળકના જન્મ પહેલા જ તેના માટે ખરીદયું 119 કરોડનું ઘર
Deepika Padukone : બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. દીપિકા પાદુકોણ અને તેના પતિ રણવીર સિંહે જણાવ્યું છે કે Deepika Padukone ની ડિલિવરી સપ્ટેમ્બર 2024માં થવાની છે.
એવા સમાચાર છે કે આ કપલ તેમના પહેલા બાળકના જન્મ બાદ જ તેમના નવા ઘરમાં પ્રવેશ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Deepika Padukone અને રણવીર સિંહના 100 કરોડ રૂપિયાથી વધુ કિંમતના નવા ઘરનું કામ ટૂંક સમયમાં પૂરું થવાનું છે. બિલ્ડિંગનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ખૂબ ચર્ચામાં છે.
મળતી માહિતી મુજબ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જે બિલ્ડિંગમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે, તે સુપરસ્ટાર શાહરુખ ખાનના ઘર ‘મન્નત’ની નજીક છે અને તે મુંબઈના સૌથી પોશ અને મોંઘા વિસ્તારમાં આવેલી છે. રણવીર અને દીપિકાએ બે વર્ષ પહેલા આ બિલ્ડિંગમાં એક અપાર્ટમેન્ટ બુક કરાવ્યું હતું અને ત્યારથી તેના નવા અપાર્ટમેન્ટનું કામ ચાલુ છે.
આવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ અને બાળક સાથે આ નવા ઘરમાં શિફ્ટ થશે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું આ નવું ઘર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં છે
અને તેનુ અપાર્ટમેન્ટ શાહરુખ ખાનના ઘર ‘મન્નત’ની પાછળ આવેલું છે. દીપિકા-રણવીરના નવા અપાર્ટમેન્ટમાં સમુદ્રનો સુંદર નજારો જોવા મળશે. આ આલીશાન હાઈરાઈઝ ઇમારતનું બાંધકામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે આ નવું અપાર્ટમેન્ટ ખરીદવા માટે લગભગ 119 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેનાથી તેમના નવા ઘરની કિંમત બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ કરતા પણ વધુ છે.
View this post on Instagram
દીપિકા અને રણવીરે બિલ્ડિંગના 16મા, 17મા, 18મા અને 19મા માળે ફ્લેટ ખરીદ્યા છે. એપાર્ટમેન્ટનો કુલ કાર્પેટ એરિયા 11,266 ચોરસ ફૂટ છે, અને તેમાં 1300 ચોરસ ફૂટની વિશિષ્ટ ટેરેસ પણ છે. આ સિવાય, બિલ્ડિંગમાં 19 પાર્કિંગ સ્પેસ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા-રણવીરે નવા એપાર્ટમેન્ટના રજિસ્ટ્રેશન માટે 7.13 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે. આ ટેરેસ વિસ્તારને બાદ કરતાં પ્રતિ ચોરસ ફૂટનો દર 1.05 લાખ રૂપિયાનો થાય છે.
આ મિલકતમાં ઘણી વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં પર્સનલ જિમ, સ્વિમિંગ પૂલ, અને એન્ટરટેઈનમેન્ટ સ્પેસનો સમાવેશ થાય છે, જે તેમની પ્રોફેશનલ લાઈફને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.