Deepika Padukone નો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં જ પહેલો લુક આવ્યો સામે..
Deepika Padukone : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બેબી ગર્લના પેરેન્ટ્સ બન્યા છે, ત્યારથી ફેન્સથી લઈને સેલિબ્રિટીઝ સુધી દરેક તેમને શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે.
જેમ કે તમે Deepika Padukone ને જોઈ શકો છો પતિ રણવીર સિંહ સાથે હોસ્પિટલમાંથી બહાર આવતા જોવા મળી રહ્યા છે, કેટલાક ચાહકો ખૂબ જ ચોંકી ગયા છે.
અમે તમને જણાવીએ કે દીપિકા પાદુકોણની પણ નોર્મલ ડિલિવરી થઈ હતી અને તેથી જ Deepika Padukone તેની નાની જન્મેલી દીકરી સાથે આટલી જલ્દી ઘરે પરત ફરી શકે છે, અમે દીપિકા અને રણવીર સિંહને તેમના જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 8 સપ્ટેમ્બરે તેમના પ્રથમ બાળકના માતા-પિતા બન્યા છે. દીપિકાએ દીકરીને જન્મ આપ્યો છે, જેના કારણે સ્ટાર એક્ટ્રેસના ઘરમાં ખુશીનો માહોલ છે.
દીપિકાએ HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો છે. હાલમાં દીપિકા અને રણવીર હોસ્પિટલમાં જ છે, અને સંબંધીઓ તેમની મુલાકાતે આવી રહ્યા છે.
આ દરમિયાન, ગઈકાલે રાતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી પણ હોસ્પિટલ પહોંચ્યા અને દીપિકા અને તેની નવજાત દીકરીની તબિયત વિશે જાણકારી લીધી.
મુકેશ અંબાણી દીપિકા અને તેના બાળકને મળવા આવ્યા
મુકેશ અંબાણીને હોસ્પિટલની બહાર તેમની કારમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મુકેશ અંબાણી દીપિકા અને રણવીરને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ લગ્નના 6 વર્ષ બાદ માતા બની છે. રણવીર સિંહે 2018માં દીપિકા પાદુકોણને ઈટાલીમાં લગ્ન કરીને પોતાની દુલ્હન બનાવી હતી.
રણવીર અને દીપિકા 2012થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેની મુલાકાત સંજય લીલા ભણસાલીની ફિલ્મ “ગોલિયોં કી રાસલીલા રામલીલા”ના શૂટિંગ દરમિયાન થઈ હતી, જે સુપરહિટ સાબિત થઈ અને દીપવીરની જોડી હિટ થઈ.
અનેક સ્ટાર્સ દ્વારા અભિનંદન
દીકરીના જન્મના સમાચાર આવતા જ આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ, પરિણીતી ચોપરા સહિત અનેક સ્ટાર્સે દંપતીને માતા-પિતા બનવા માટે અભિનંદન પાઠવ્યા અને બાળકની સુખાકારી માટે શુભેચ્છાઓ આપી.
ગણેશ ચતુર્થીના બીજા દિવસે, 7 સપ્ટેમ્બર, 2024ના રોજ, દીપિકા માતા બની હતી. આ પહેલા, રણવીર અને દીપિકા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર ગયા હતા અને બાપ્પાના આશીર્વાદ લીધા હતા. તેના બીજાં જ દિવસે દીપિકા પાદુકોણ માતા બની હતી.
વર્ક ફ્રન્ટ પર દીપિકા
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણને “કલ્કી 2898 એડી”, “ફાઈટર” અને “પઠાણ” જેવી હિટ ફિલ્મોમાં જોવા મળ્યા હતા. હવે, દીપિકા પાદુકોણ “સિંઘમ અગેઇન”માં લેડી કોપના સ્વેગમાં જોવા મળશે, જે ફિલ્મ ડિસેમ્બર 2024માં રિલીઝ થવાની છે.
વધુ વાંચો: