Deepika Padukone અને રણવીરે આખરે દીકરીની કરાવી ‘મુંહ દિખાઈ’..
Deepika Padukone : આઠમી સપ્ટેમ્બરે રણવીર સિંહ અને દીપિકા પદુકોણ પેરન્ટ્સ બન્યા હતા, જેમના ઘરમાં દીકરીના જન્મ સાથે ખુશહાલીની લહેર ફરી વળી હતી.
દંપતીએ તેમની દીકરીનું નામ ‘દુઆ’ રાખ્યું છે, જેનો અર્થ છે ‘પ્રાર્થના’. બાજીરાવ મસ્તાની સ્ટાર્સે નિર્ણય કર્યો છે કે બોલિવૂડના અન્ય કપલ્સની જેમ તેઓ પણ તેમના બાળકને લાઈમલાઈટથી દૂર રાખશે.
બાળકના જન્મ બાદથી દીપિકા પાદુકોણ અને દુઆને પેપારાઝી દ્વારા બહુ ઓછી વાર જોવા મળ્યું છે. રણવીર અને દીપિકા એ અત્યાર સુધી સોશિયલ મીડિયામાં દુઆના ચહેરા સાથે કોઈ તસવીર શેયર કરી નથી. જો કે, આજે તે દંપતીએ પાપારાઝીને મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને દુઆનો ચહેરો જોવા આમંત્રિત કર્યા હતા.
View this post on Instagram
તેઓએ ફોટોગ્રાફર્સને વિનંતી કરી કે તેઓ દુઆના ફોટા ક્લિક ન કરે. દીકરીના આગમનના જશ્નમાં દંપતીએ તેમના બિલ્ડિંગના ક્લબહાઉસમાં કેટલાક ફોટોગ્રાફર્સને આમંત્રિત કર્યા હતા.
દિવાળી પર, દીપિકા પાદુકોણ અને રણવીરે દુઆની પ્રથમ તસવીર શેર કરી હતી અને તે દીકરી તેમના જીવનની પ્રાર્થનાનું ફળ હોવાનું જણાવતાં તેનું નામ જાહેર કર્યું હતું. નવેમ્બરમાં દંપતીએ તેમના લગ્નની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવી હતી.
તાજેતરમાં દીપિકા બેંગલુરુમાં ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટમાં પહોંચી હતી, જ્યાં તે સ્ટેજ પર તેના સાથે જોડાઈ અને તેના ગીત ‘લવર’ પર ડાન્સ કરતી જોવા મળી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર અને દીપિકા રોહિત શેટ્ટી દિગ્દર્શિત ‘સિંઘમ અગેઇન’માં નજરે ચડ્યા હતા, જેમાં અજય દેવગણ, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર અને ટાઇગર શ્રોફ જેવા કલાકારો પણ હતા.