Deepika Padukone ની ‘બેબી ગર્લ’ સાથે તસવીરો વાયરલ, જુઓ કોના જેવી લાગે છે દિકરી?
Deepika Padukone : બોલીવુડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હાલમાં જ દીકરીના માતા-પિતા બન્યા છે. ચાહકો આ કપલ તરફથી સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
હવે, રણવીર અને Deepika Padukone એ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા તેમની પુત્રીના આગમનના સારા સમાચાર શેર કર્યા છે. આ સમાચાર જાણીને ચાહકોમાં ખુબ જ ઉત્સાહ છે.
અને તેઓ હવે લિટલ એન્જલને જોવા માટે ઉત્સુક છે. એવામાં ઇન્ટરનેટ પર રણવીર સિંહની તેની નવી જન્મેલી દીકરી સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે.
તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ
રણવીર સિંહના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે નવા જન્મેલા બાળક સાથે જોવા મળે છે. રણવીર ક્યારેક તેના ખોળામાં બાળકીને સંભાળતો અને પ્રેમ વરસાવતો જોવા મળે છે.
આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ઘણા પેજ પર શેર કરવામાં આવી છે. જો કે, આ તમામ તસવીરો એઆઈ (AI) દ્વારા બનાવવામાં આવી છે અને હકીકતમાં, રણવીર કે દીપિકાએ હજુ સુધી તેમની દીકરીના કોઈ પણ ફોટા જાહેર નથી કર્યા.
દીપિકાની સાથેની એઆઈ ફોટા પણ વાયરલ
રણવીરના ફોટાઓની જેમ દીપિકા પાદુકોણની તેની દીકરી સાથેની પણ કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. આ તસવીરો પણ એઆઈ દ્વારા જ બનાવવામાં આવી છે. ચાહકો આ કપલને ખૂબ જ પ્રેમ કરે છે અને AI દ્વારા જનરેટ કરાયેલ આ તસવીરો પર અનેક કોમેન્ટ્સ કરી રહ્યા છે.
લોકો AI ફોટો જનરેટ કરવામાં વ્યસ્ત
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની દીકરીનો જન્મ 8 સપ્ટેમ્બર, 2024ના રોજ થયો હતો. આ સમાચારના પ્રસિદ્ધ થતા જ, ચાહકોની ઉત્સુકતા શિખરે પહોંચી ગઈ હતી.
AI દ્વારા બનાવવામાં આવેલી આ તસવીરોની લોકપ્રિયતાને જોઈને લાગે છે કે લોકો તેમના પ્રિય સ્ટાર્સની લિટલ એન્જલની ઝલક જોવા માટે કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નોંધ: અમે આ વાતની પુષ્ટિ કરતા નથી.