છૂટાછેડાના સમાચાર વચ્ચે Dhanashree Verma થઈ ભાવુક, કહ્યું- ખરેખર પ્રેમ..
Dhanashree Verma : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ડાન્સર-ઇન્ફ્લુએન્સર ધનશ્રી વર્માના અલગાવની અફવાઓ ફરી ચર્ચામાં આવી છે. તાજેતરમાં ફેન્સે જોયું કે બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા છે. Dhanashree Verma એ પણ તેના નામમાંથી ‘ચહલ’ અટક દૂર કરી છે, જેનાથી અફવાઓ વધુ જોર પકડવા લાગી છે.
ધનશ્રીએ શાંતિ માટે નાગપુરની યાત્રા કરી
આ બધાની વચ્ચે, ધનશ્રીએ એક ઇમોશનલ પોસ્ટ શેર કરી, જેમાં તેણે જણાવ્યું કે તે શાંતિ માટે તેના નાના-નાનીના ઘરે નાગપુર ગઈ હતી.
ધનશ્રી નું સંદેશ
“થોડા દિવસો પહેલા મને એક સ્વપ્ન આવ્યું કે હું મારા નાના-નાની સાથે નાગપુરમાં તેમના ઘરે છું અને શ્રેષ્ઠ સમય પસાર કરી રહી છું.”
View this post on Instagram
તેણે વધુ લખ્યું, “જ્યારે હું જાગી ત્યારે વાસ્તવિકતા એ હતી કે ન તો મારા નાના-નાની મારા સાથે હતા અને ન તો તે ઘર, જે મને શાંતિ આપતું હતું.”
શાંતિ અને સાચા પ્રેમની શોધ
ધનશ્રીએ વધુ લખ્યું, “મારું આખું બાળપણ મેં આ ઘરમાં વિતાવ્યું છે, જે મને શાંતિ આપતું હતું. મારા નાના-નાનીની સાથે અમે આ ઘર પણ ગુમાવી દીધું, પરંતુ આજે મને ખ્યાલ આવ્યો કે શાંતિ અને સાચો પ્રેમ શું છે.”
આ યાત્રા દરમિયાન ધનશ્રીએ તેના કેરટેકર અને નાના-નાનીના જૂના મિત્રોને મળવાનો આનંદ અનુભવ્યો. તે લખે છે, “મને બિલ્ડિંગની છત પર જતાં જ એવું લાગ્યું કે મારા નાના-નાની મારી સાથે છે. હું મારા કેટલાક ખાસ મિત્રો સાથે મળી, જે ખરેખર મને માન આપે છે અને પ્રેમ કરે છે.”
ચહલ-ધનશ્રીના સંબંધ પર વધતી રહેલી ચર્ચાઓ
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ 2020માં લગ્ન કર્યા હતા, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી બંનેના અલગ થવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે, જે ફેન્સ માટે ચિંતાનું કારણ બની ગયું છે.
આ વચ્ચે ધનશ્રીની આ ઇમોશનલ પોસ્ટ તેમના મનોદશા વિશે ઘણું કહી જાય છે. તેમની અને ચહલની વચ્ચે ખરેખર શું ચાલી રહ્યું છે તે અંગે હવે બંનેની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
વધુ વાંચો: