Dhanashree Verma નો શ્રેયસ બાદ આ ક્રિકેટર સાથે ડાન્સ વીડિયો વાઈરલ
યુઝવેન્દ્ર અને ધનશ્રીના લગ્નજીવનમાં તણાવ હોવાની અફવાઓ ફરી રહી છે. જો કે, હજુ સુધી યુઝવેન્દ્ર ધનશ્રી તરફથી આ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
જોસ બટલર સાથેનો ધનશ્રીનો ડાન્સ વિડિઓ
ધનશ્રી વર્માએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જોસ બટલર સાથેનો ડાન્સ વિડિઓ શેર કર્યો છે. આ વિડિઓમાં જોસ અને ધનશ્રી મસ્તીભર્યા મૂડમાં છે, જ્યારે યુઝવેન્દ્ર સાઇડમાં ઊભો રહીને બંનેને જુએ છે. વિડિઓ શેર કરતા ધનશ્રીએ કેપ્શનમાં લખ્યું, “આ અમે છીએ… ઓરેન્જ અને પર્પલ વચ્ચે પિંક! મારી ટ્રાઈબ, બેસ્ટ વિડિઓ!”
વિડિઓ અંગે ચાહકોની પ્રતિક્રિયાઓ
ધનશ્રીના આ વિડિઓ પર ચાહકોની જુદી-જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક ચાહકો તેને મજા અને મસ્તીભર્યું પળ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક ચાહકો યુઝવેન્દ્ર અને ધનશ્રીના સંબંધોની હાલત પર પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
View this post on Instagram
યુઝવેન્દ્ર અને ધનશ્રીની પ્રેમકથા પણ ડાન્સથી જ શરૂ થઈ હતી. ધનશ્રી એક પ્રોફેશનલ ડાન્સર છે અને તેમણે યુઝવેન્દ્રને ઓનલાઈન ડાન્સ શિખવાડતા-શિખવાડતા મિત્રતા ગાઢ થઈ અને પછી તે લગ્નના બંધનમાં જોડાયા.
ભલે ડિવોર્સની અફવાઓ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી હોય, પણ ધનશ્રી અને યુઝવેન્દ્ર બંને પોતાનાં વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં ખુશ છે, તેમ જણાય છે. આ વીડિયો તેમના સમર્થકો માટે એક મેસેજ પણ હોઈ શકે છે કે બધું ઠીક છે.
આ બધાં વચ્ચે ચાહકો આશા રાખે છે કે યુઝવેન્દ્ર અને ધનશ્રી વચ્ચેના સંબંધોમાં કોઈ તણાવ નહીં હોય અને બંને તેમની જીવનયાત્રા સાથે મસ્તીભર્યું જીવન જીવતા રહે.