Drashti Dhami ના ઘરે ગુંજી કિલકારી, આપ્યો દિકરીને જન્મ
Drashti Dhami : ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામીએ માતા બનવાના સુખદ ક્ષણોનું સ્વાગત કર્યું છે. 22 ઓક્ટોબર, 2024ના રોજ અભિનેત્રીએ એક દીકરીને જન્મ આપ્યો છે, જેને લઈને તેણે તેના ચાહકો સાથે આ ખુશીના સમાચાર શેર કર્યા છે.
Drashti Dhami એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે લખ્યું છે, “સીધા જન્નતથી અમારા દિલમાં, એક નવી જિંદગી, એક નવી શરૂઆત. તે અહીં આવી ગઈ છે.”
સેલિબ્રિટીઝ અને ચાહકો દ્રષ્ટિ ધામી ને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ટીવી સ્ટાર અનિતા રાજે લખ્યું, “તે તમારી અને નીરજની પરી છે. ગુરુજી તમારા પરિવારને હંમેશા સુખ-શાંતિ આપે.” શક્તિ અરોરાએ કહ્યું, “અભિનંદન.”
પૂજા ગૌરે પણ અભિનંદન સાથે પ્રેમ અને આશીર્વાદ પાઠવ્યા છે. કિશ્વર મર્ચન્ટ, મૌની રોય, સુરભી જ્યોતિ સહિતના અન્ય સેલિબ્રિટીઝે પણ દ્રષ્ટિ ધામી ને માતા બનવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
View this post on Instagram
દ્રષ્ટિ ધામીએ વર્ષ 2015માં નીરજ ખેમકાસાથે લગ્ન કર્યા હતા. લગ્નના નવ વર્ષ બાદ આ દંપતિ પ્રથમ વખત માતા-પિતા બન્યા છે. થોડા દિવસો પહેલાં, દ્રષ્ટિએ એક વિડિયો શેર કરીને કહ્યું હતું કે 41 અઠવાડિયા થઈ ગયા છતાં બેબી હજુ આવ્યું નથી, અને બેબી તેને પરેશાન કરી રહ્યું છે.
અભિનેત્રીની કારકિર્દી વિશે વાત કરીએ તો, દ્રષ્ટિએ “મધુબાલા,” “સિલસિલે બદલતે રિશ્તો કા,” “ગીત,” “એક થા રાજા એક થી રાની,” અને “પરદેસ મેં હૈ દિલ મેરા” જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.