15 વર્ષે પરણી જવાની હતી Ekta Kapoor, પણ જીતેંદ્રએ કહી એવી વાત કે..
Ekta Kapoor : એકતા કપૂર એ ઇન્ડસ્ટ્રીનું એક પ્રખ્યાત નામ છે. બોલિવૂડના સૌથી સફળ નિર્માતાઓમાં એક ગણાતી એકતા કપૂરે ટેલિવિઝનથી લઈને ફિલ્મી જગતમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. જોકે, પર્સનલ લાઇફમાં એકતા કપૂર હજુ સુધી અપરિણિત છે. 49 વર્ષની ઉંમરે પણ તેણે લગ્ન કર્યા નથી.
લગ્નનો નિર્ણય અને પિતાની સલાહ
એકતા કપૂર 15 વર્ષની ઉંમરે જ લગ્ન કરવા માગતી હતી, પરંતુ તેના પિતા જીતેન્દ્રની સલાહને કારણે તેણે આજે સુધી લગ્ન નથી કર્યા. એક ઇન્ટરવ્યૂમાં એકતાએ ખુલાસો કર્યો હતો કે, જ્યારે તે નાની હતી.
ત્યારે તેના પિતાએ તેને બે વિકલ્પ આપ્યા હતા. મહેનત અને સમર્પણ સાથે કામ પર ધ્યાન આપવું. એકતાએ બીજો વિકલ્પ પસંદ કર્યો અને પોતાની મહેનતથી સફળતા મેળવી.
જીતેન્દ્રનો અભિપ્રાય
જ્યારે એકતા કપૂરના લગ્ન વિશે જીતેન્દ્રને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે એકતામાં એક અલગ જુસ્સો અને મહેનત કરવાની શક્તિ છે, જે બધામાં હોતી નથી. તેમનું માનવું હતું કે એકતાને સંઘર્ષ કરવાની જરૂર ન હતી, છતાં તેણે ભારે મહેનત કરી અને પોતાનું સ્થાન બનાવ્યું.
તેમણે એ પણ ઉમેર્યું કે “એકતા લાઈફને સરળતાથી જીવી શકતી હતી, પરંતુ તેણે પ્રોફેશનલ ઝિંદગી માટે પડકારો ભરેલો રસ્તો પસંદ કર્યો. જો કોઈ વ્યક્તિમાં પ્રતિભા હોય, તો તેને કોઈ રોકી શકતું નથી. દરેક વ્યક્તિ પોતાની મહેનત અને ટેલેન્ટ દ્વારા સફળતા મેળવી શકે છે.”
જીતેન્દ્રે આ વાત પણ સ્વીકારી કે “ભવિષ્યમાં જ્યારે એકતા માનસિક રીતે મુક્ત અનુભવશે, ત્યારે તે પોતાના લગ્ન વિશે વિચારશે. આપણે ભગવાન જે આપે તેનાથી સંતોષ માનવો જોઈએ.”