Gautam Adani: અંબાણીના એન્ટિલીયાને તો ઓળખો છો, પણ અદાણીના ઘર વિશે શું તમે જાણો છો?
Gautam Adani: ભારતના જ નહીં પરંતુ દુનિયાના મોંઘા ઘરોમાંથી એક એવા મુકેશ અંબાણીના એન્ટીલિયા વિશે તો તમે જાણતા જ હશો. તેના વિશે અવારનવાર સમાચારો આવતા રહે છે. આ ઘર દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું છે જે સાઉથ મુંબઈ વિસ્તારમાં છે. પરંતુ શું તમને દેશના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ Gautam Adani ના ઘર વિશે ખબર છે?
ભારતના જ નહીં પરંતુ દુનિયાના મોંઘા ઘરોમાંથી એક એવા મુકેશ અંબાણીના એન્ટીલિયા વિશે તો તમે જાણતા જ હશો. તેના વિશે અવારનવાર સમાચારો આવતા રહે છે. આ ઘર દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું છે જે સાઉથ મુંબઈ વિસ્તારમાં છે. પરંતુ શું તમને દેશના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીના ઘર વિશે ખબર છે? શું તમે જાણો છો તેમનું ઘર ક્યાં છે. ચાલો અમે તમને જણાવીએ.
Gautam Adani પોતાનો મોટાભાગનો સમય ગુજરાતના અમદાવાદમાં જ વિતાવે છે. અદાણી ગ્રુપનું હેડક્વાર્ટર પણ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી થોડે દૂર અમદાવાદમાં છે. આ શહેરમાં અદાણી હાઉસ છે. આ ઉપરાંત કેટલાક વર્ષો પહેલા ગૌતમ અદાણીએ દિલ્હીના લુટિયન્સ ઝોનમાં એક બંગલો પણ ખરીદ્યો છે. તથા સફદરજંગ એન્ક્લેવમાં અદાણી ગ્રુપનું એક ગેસ્ટ હાઉસ પણ છે.
અમદાવાદના Gautam Adani હાઉસની શું છે ખાસિયત?
Gautam Adani નું અમદાવાદ સ્થિત અદાણી હાઉસ શહેરના નવરંગપુરા વિસ્તારમાં છે. જે મીઠાખળી સર્કલ પાસે છે. આમ તો અદાણીનું આ ઘર શહેરના ખુબ વ્યસ્ત વિસ્તારમાં છે, પરંતુ જ્યારે તમે ત્યાં પહોંચશો તો આ ઘરની આજુબાજુનો વિસ્તાર એકદમ શાંત લાગશે. આ ઘરમાં ખુબ ખુલ્લી જગ્યા છોડવામાં આવી છે. આ ઘરમાં Gautam Adani ની એક પર્સનલ ઓફિસ પણ છે. અહીં તેઓ પત્ની પ્રીતિ અદાણી અને સંતાનો સાથે રહે છે.
Gautam Adani ના આ ઘરના અસલ ખર્ચ વિશે તો વધુ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અમદાવાદના આ વિસ્તારમાં પ્રોપર્ટીની કિંમત 5300થી 7500 રૂપિયા પ્રતિ વર્ગફૂટ વચ્ચે છે. ગૌતમ અદાણીના ઘરની સાઈઝ જોઈએ તો તે કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે.
દિલ્હીમાં છે 400 કરોડનો બંગલો
Gautam Adani એ દિલ્હીના લુટિયન્સ ઝોનમાં એક બંગલો પણ ખરીદ્યો હતો. જે 3.4 એકરમાં ફેલાયેલો છે. જેનો બિલ્ટ અપ એરિયા 25000 વર્ગફૂટ છે. ગૌતમ અદાણી અગાઉ આ બંગલાનો માલિકી હક આદિત્ય એસ્ટેટ્સ પાસે હતો. તેનું દેવાળું નીકળ્યા બાદ એનસીએલટીની કાર્યવાહીના માધ્યમથી અદાણીને આ બંગલો 400 કરોડ રૂપિયામાં પડ્યો. તેની કિંમત 265 કરોડ રૂપિયા હતી. જ્યારે 135 કરોડ રૂપિયા તેમણે તેને લીઝ હોલ્ડથી ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં કન્વર્ટ કરાવવા માટે આપવા પડ્યા હતા. તેમનો આ બંગલો સુપ્રીમ કોર્ટની પાસે ભગવાન દાસ રોડ પર છે.
આ ઘર જોવામાં કોઈ મહેલથી કમ નથી. 400 કરોડની કિંમત હોવાનું કહેવાય છે. બંગલામાં બેડરૂમ, ડાઈનિંગ રૂમ, સ્ટડી રૂમ ખુબ મોટા બનાવેલા છે. આ ઉપરાંત દિલ્હી નજીક ગુરુગ્રામમાં પણ ગૌતમ અદાણીનું ઘર છે. ગોતમ અદાણી પાસે ઓસ્ટ્રેલિયાના એબોટ પોર્ટમાં પણ એક શાનદાર બંગલો છે.