Gold: બોલો લ્યો હવે ગુલ્ફી પણ સોનાની આવા લાગી! આ વ્યક્તિ સોનું પહેરીને એવી ગુલફી બનાવે કે જોતા જ રહી જશો….
Gold: ગોલ્ડન વર્ક વાળી કુલ્ફી… તમે આવું નામ સાંભળ્યું નહીં હોય. પરંતુ હવે ઇન્દોરમાં આઇસ્ક્રીમના શોખીનોને Gold વર્કવાળી કુલ્ફીની મજા માણવા મળશે. સરાફા બજારમાં કુલ્ફી, ફાલુદા વેચનારા ગોલ્ડમેન બંટી યાદવે આનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. બંટી 2 કિલો સોનાના ઘરેણાં પહેરીને કુલ્ફીની દુકાન પર આવે છે, એટલા માટે તેમણે ગોલ્ડમેન કહેવામાં આવે છે. તેની કિંમત આજે અંદાજિત એક કરોડ રૂપિયા હોય છે. ઇન્દોરની સરાફા બજાર ફરનારા ફોરેનના લોકો પણ તેની કુલ્ફીના દિવાના છે.
દિવાળી બાદ મળશે ગોલ્ડ વર્ક કુલ્ફી
સારાફા બજારની નાઇટ ચોપાટી પર બંટી યાદવ રાત્રે દુકાન લગાવે છે અને મોડી રાત સુધી કુલ્ફી, ફાલુદા વેચે છે. કુલ્ફીની એટલી વેરાયટી છે કે કન્ફ્યૂઝ થઇ જશો. તે જણાવે છે કે, મને આટલું ગોલ્ડ પહેરતા જોઈને કેટલાક લોકોએ કહ્યું કે, ગોલ્ડ વર્કની કુલ્ફી કેમ નથી બનાવતા. બસ ત્યારે વિચારી લીધું હતું કે ગોલ્ડ વર્ક વાળી કુલ્ફી બનાવવી છે. અમે તેનું પ્લાનિંગ કર્યું અને હવે ટ્રાયલ કરી રહ્યા છીએ. આશા છે કે દિવાળી બાદ લોકોને ગોલ્ડ વર્કની કુલ્ફી ચખાડું.
ત્રીજી પેઢી ચલાવી રહી છે આ કુલ્ફીની દુકાન
બંટી યાદવે જણાવ્યું કે, હાલમાં ત્રીજી પેઢી આ ધંધો સંભાળી રહી છે. દાદાજી કિશોર લાલ યાદવે 1965માં આ દુકાન શરૂ કરી હતી. ત્યારબાદ પિતા રમેશચંદ્ર યાદવે આ દુકાન સંભાળી. વર્ષ 2000થી તેઓ આ દુકાનને સંભાળી રહ્યા છે. તેમનું કહેવું છે કે, સોનું પહેરવાનો શોખ મને જ છે. પિતા અને દાદાજીને તો બસ કુલ્ફી વેચવાનું પસંદ હતું.
View this post on Instagram
દુકાનમાં 50 રૂપિયાથી 100 રૂપિયા સુધીની કુલ્ફી
શરુઆતમાં માત્ર કેસર પિસ્તા કુલ્ફી બનાવતા હતા. બિઝનેસ વધ્યો તો પાન, મલાઇ, જાંબુ, કાજૂ, કેવડા, કાજૂ ગુલકંદ, ચોકલેટ, શુગર ફ્રી, મેંગો, સીતાફળની કુલ્ફી પણ બનાવવા લાગ્યા. પાન કુલ્ફીને પાનથી તૈયાર કરવામાં આવે છે. કુલ્ફી સિવાય આ ફાલુદા પણ છે. કિમતની વાત કરીએ તો આ કુલ્ફી 50 રૂપિયા(પર પીસ)થી લઇને શાહી ફાલુદા 110 રૂપિયા(પર પ્લેટ) સુધી મળે છે.
ક્વોલિટીમાં કોઇ કચાશ નથી રાખતા
બંટી યાદવે જણાવ્યું કે, કસ્ટમરે દરરોજ ફ્રેશ માલ જ ખવરાવે છે. વાસી માલ વેચવાનું અમારું મન નથી કરતું. કારણ કે અમે ખુદ જ વાસી વસ્તુ નથી ખાતા તો કસ્ટમરને કેવી રીતે ખવરાવી શકીએ. અમે પોતાની ક્વોરિટીથી કોઇ સમજૂતી નથી કરતા. અહીં નાના બાળકોથી લઇને વૃદ્ધ સુધી આવે છે. અમે અહીં ફોરેનના લોકો પણ કુલ્ફી ખાવા આવે છે. ઇન્દોરની આ રાત્રે ધમધમતી સરાફા ચોપાડી વર્લ્ડ ફેમસ જગ્યા છે. પરંતુ વાસી માલ આપીશું તો અમારી બજારની ગરિમા ખરાબ થાય છે. દરરોજ બનનારો માલ રાત્રે જ વેચાય છે, આગલા દિવસે આનો યૂઝ નથી થતો.