Hardik Pandya આ ત્રણ અભિનેત્રીના પ્રેમમાં છે પાગલ, કહ્યું- એકની સાથે લગ્ન..
Hardik Pandya : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેમની પત્ની નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે. Hardik Pandya એ પુત્રના જન્મદિવસ પર યાદગાર વીડિયો શેર કર્યો હતો, તો બીજી તરફ નતાશાએ પુત્રનો જન્મદિવસ ઉજવ્યો હતો.
આ દરમિયાન નતાશા સ્ટેનકોવિકને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરી એકવાર લોકો હાર્દિકને કોઈ સારું જીવનસાથી મળશે એવી ચર્ચા કરી રહ્યા છે. ત્યારે ક્રિકેટરના લગ્ન પહેલાના આ અફેર ચર્ચામાં આવ્યા છે.
નતાશા પહેલા હાર્દિક પંડ્યાનું નામ ત્રણ મોડલ અને અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. હાર્દિકના અફેરની ચર્ચાઓ પણ ઘણી વાર થઈ છે. હાર્દિક અવારનવાર આ અભિનેત્રીઓ સાથે જોવા મળતો અને તેની ચર્ચા થતી હતી.
લીશા શર્મા
હાર્દિક પંડ્યા અને કોલકાતાની મોડલ લીશા શર્માનું અફેર હતું. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. અહેવાલ મુજબ, તેમના સંબંધો એટલા માટે તૂટી ગયા કારણ કે બંને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન આપવા માંગતા હતા.
હાર્દિકે જાહેરમાં કોલકાતાની મોડલ લીશા શર્માને ડેટ કરી હતી, તેમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
એલી અવરામ
હાર્દિક પંડ્યાએ બિગ બોસ સ્ટાર એલી અવરામને પણ ડેટ કરી હતી. હાર્દિક અને એલી અવરામ સાથે લગ્નના ફંક્શનમાં ગયા હતા, જ્યાં હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા પણ પહોંચ્યો હતો.
તે સમયે હાર્દિકની એલી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હાર્દિકે એલી અવરામને તેના ભાઈ કૃણાલ પંડ્યાના લગ્નમાં પણ આમંત્રણ આપ્યું હતું, પણ પછી તેમના સંબંધો તૂટી ગયા હતા.
ઈશા ગુપ્તા
અભિનેત્રી ઈશા ગુપ્તા અને હાર્દિક પંડ્યા એક પાર્ટીમાં મળ્યા હતા. ત્યારથી એવા સમાચાર આવ્યા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાર્દિક અને ઈશા વચ્ચેના રોમાન્સ અંગે પણ અટકળો ચાલી રહી હતી. જો કે આ મામલે તેમણે મૌન જાળવી રાખ્યું હતું.
ઉર્વશી રૌતેલા
હાર્દિક પંડ્યાનું નામ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે પણ જોડાયું હતું. એવી અફવાઓ હતી કે તેમના સંબંધો ખૂબ જ ગાઢ છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું લખવામાં આવ્યું હતું કે બંને વચ્ચે મિત્રતા કરતાં પણ વધારે છે. ઉર્વશી રૌતેલા, ઈશા ગુપ્તા અને એલી અવરામ હાલ બોલિવૂડમાં સક્રિય છે. લીશા શર્મા મોડલિંગ કરી રહી છે.