Hardik Pandya અને નતાશા એકસાથે.., છૂટાછેડાના 2 મહિના બાદ થયા ભેગા
Hardik Pandya : નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ જુલાઈ 2024માં તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. બંનેએ એકસાથે જાહેર નિવેદન જાહેર કર્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે તેઓ 4 વર્ષ સુધી સાથે રહ્યા બાદ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કરી રહ્યા છે. તેમ છતાં, તેઓએ એમ પણ કહ્યું હતું કે, તેઓ તેમના પુત્ર અગસ્ત્યની સંભાળ સાથે રાખશે.
ફેન્સ માટે આ સમાચાર નિરાશાજનક હતા, અને નતાશાને ટ્રોલ કરવાનું શરૂ થયું. બાદમાં, સમાચાર મળ્યા કે Hardik Pandya કોઈ અન્ય વ્યક્તિને ડેટ કરી રહ્યો છે.
આ સમાચારો બાદ, નતાશાને માફી માગતા ઘણા યુઝર્સ જોવા મળ્યા. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો, જેમાં છૂટાછેડાના 2 મહિના પછી નતાશા અને હાર્દિક પંડયા સામસામે દેખાયા.
વીડિયોમાં બંનેની પ્રતિક્રિયાઓ ભારે ચર્ચામાં છે. છૂટાછેડાની જાહેરાત પછી નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયામાં તેના હોમટાઉન ગઈ હતી, અને હવે તે પરત આવી હતી. પુત્રને જોયા બાદ, હાર્દિક ખૂબ ખુશ થયો અને તરત જ તેને ખોળામાં ઉઠાવી લીધો.
Reunited 🥹🫶🤍 pic.twitter.com/szZ2PpBCcl
— Hardiklipsa (@93Lipsa) September 21, 2024
આ મુલાકાતની ચર્ચા વચ્ચે ચાહકો પણ ભારે ઉત્સાહિત જોવા મળ્યા. હાર્દિકે પોતાની ખુશી વ્યક્ત કરતા અગસ્ત્યને ગળે લગાવ્યો અને તેને સાથે રાખી કાર તરફ આગળ વધ્યો. આ દરમિયાન, હાર્દિકના ભાઈ કૃણાલનો પુત્ર પણ તેની સાથે જોવા મળ્યો.
વીડિયોમાં, નતાશા પણ તેના પુત્ર સાથે હાર્દિકની બાજુમાં ઉભી હોવાનું લાગી રહ્યું છે, જો કે કેટલાક ફેન્સ કહેશે કે આ નતાશા છે, તો કોઈ કહી રહ્યું છે કે આ હાર્દિકની ભાભી પંખુરી છે.
વિડિયોમાં સ્પષ્ટ દેખાતું નથી કે આ વ્યક્તિ નતાશા છે કે પંખુરી. પરંતુ, આ વીડિયો જોઈને ઘણા ચાહકો માનવા લાગ્યા કે નતાશા અને હાર્દિક ફરી એકસાથે આવ્યા છે, અને તેમની આ મુલાકાતને લઈને તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
લગ્નના 4 વર્ષ પછી, 2024માં હાર્દિક અને નતાશાના છૂટાછેડા થયા. બંનેએ 2020માં કોરોના મહામારી દરમિયાન લગ્ન કર્યા હતા અને તેમના પુત્ર અગસ્ત્યનું સ્વાગત કર્યું. 2023માં, બંનેએ પરિવાર અને મિત્રોની હાજરીમાં ધામધૂમથી ફરી એકવાર લગ્ન કર્યા, પરંતુ એક વર્ષ બાદ છૂટાછેડાના નિર્ણયથી ચાહકોનું દિલ તૂટી ગયું.